NEET UG 2024/ NEET UG કાઉન્સિલિંગ પ્રક્રિયા મુલતવી રખાઈ, શિક્ષણ મંત્રાલય થોડા સમયમાં નવી તારીખો કરશે જાહેર

NEET UG કાઉન્સિલિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની આ કાઉન્સેલિંગ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી.

Top Stories India Breaking News

NEET UG News: NEET UG કાઉન્સિલિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની આ કાઉન્સેલિંગ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ અગાઉ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે NEET-UG કાઉન્સેલિંગ 2024ની પ્રક્રિયા 6 જુલાઈ, 2024થી શરૂ થશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શનિવારે યોજાનારી ગ્રેજ્યુએટ કાઉન્સેલિંગ હેઠળની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ રાખી છે . શિક્ષણ મંત્રાલય દ્વારા નવી તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે . જો કે, આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગમાં વિલંબ કરવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે આજથી શરૂ થનારી NEET-UG કાઉન્સિલિંગમાં વિલંબ કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અંગે કહ્યું હતું કે આ ખુલ્લી અને બંધ પ્રક્રિયા નથી.

જયરામ રમેશે કર્યું ટ્વીટ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે NEET UG કાઉન્સેલિંગ મોકૂફ રાખવાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આખો NEET-UG મુદ્દો દરરોજ બગડી રહ્યો છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી આ મામલે કેટલા અસમર્થ અને અસંવેદનશીલ છે. આપણા લાખો યુવાનોનું ભવિષ્ય તેમના હાથમાં બિલકુલ સુરક્ષિત નથી.
<

p style=”text-align: justify;”>

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શનિવારે યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ કાઉન્સિલિંગ (NEET-UG) મુલતવી રાખી છે. શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરશે. મહત્વનું છે કે NEET UG કાઉન્સિલિંગ પ્રક્રિયા આજે 6 જુલાઈ શનિવારના રોજ શરૂ થવાની હતી. પરંતુ અગમ્યકારણોસર આજનું NEET UG કાઉન્સિલિંગ મુલતવી રાખતા મેડિકલના વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. નીટ પેપર લીકનો કોયડો હજુ ઉકેલાયો નથી ત્યાં NEET UG કાઉન્સિલિંગ રદ થતા મેડિકલના વિદ્યાર્થીઓ વધુ ચિંતિત થયા છે. નીટ પેપર લીક હવે રાજકીય મુદ્દો બન્યો છે. પેપર લીક કૌભાંડમાં તારીખ પે તારીખ અને રાજકીય આકાઓ ચર્ચા કરતા રહે છે પરંતુ કોઈ વિદ્યાર્થીઓની સમસ્યા સમજતા નથી. એક-એક દિવસ તેમના માટે અત્યારે બહુ મહત્વનો છે.  નીટ કાઉન્સેલિંગ મામલે હવે વધુ એક તારીખની રાહ જોવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાથરસ દુર્ઘટના બાદ પ્રથમ વખત ‘ભોલે બાબા’ એ તોડયું મૌન, ‘હું ખૂબ જ દુઃખી છું, અરાજકતા ફેલાવનારને બક્ષવામાં નહીં આવે

આ પણ વાંચો: બે બાળકોના પિતાને સગીરા સાથે થયો પ્રેમ, છોકરીએ કર્યો ઈન્કાર… જાણો પછી શું થયું

આ પણ વાંચો: રાહુલ ગાંધી આજે હાથરસ આવશે, મૃતકોના સ્વજનોને મળશે