New Delhi/ એકલા હાથે આતંકવાદીને મારનાર ગુજરાતના વીર સૂપતને મળ્યું મોટુ સન્માન

ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત

Top Stories Gujarat Others

New Delhi News : શુક્રવારે રાજધાની દિલ્હીમાં સેના તથા પોલીસના જવાનોને વીરતા પદક એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એકલા હાથે આતંકવાદીને ઠાર કરનાર ગુજરાતના જવાનને શૌર્ય ચક્ર એનાયત કરાયું છે. 21મી મહાર 1 રેજિમેન્ટના એકમાત્ર ગુજરાતી જવાન સંજય બારીયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે શૌર્ય પદક એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે આ જવાનની છાતી ગદ ગદ ફૂલી ગઈ હતી. સંજય બારીયા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકના ખોજલવાસાના વતની છે. તેમણે પોતાની રેજિમેન્ટ સાથે સતત 12 દિવસ સુધી આતંકવાદીઓ સામે લડત આપી હતી. નાબય સુબેદાર સંજયકુમાર ભમરસિંહ બારીયાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટર ખાતે સેનાની ગુપ્ત માહિતીના આધારે તેઓની ટુકડી દ્વારા આતંકવાદીઓની ગતિવિધિ રોકવા સતત ૧૨ દિવસ ચાલેલા ઓપરેશનમાં મોટી કામગીરી કરી હતી.

સંજય બારીઆ વર્ષ 2001 માં અમદાવાદ ખાતે યોજાયેલી ભરતી દરમિયાન ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે પોતાનું શિક્ષણ ખોજલવાસા ખાતે લીધું હતું. તેઓના પિતા પોલીસ વિભાગમાં હતા. જેઓનું નિધન વર્ષ 2003માં થયું હતું. તેઓનો એક ભાઈ સુરત ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવે છે. દેશ પ્રત્યેની તેમની આ સેવાને બિરદાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લખ્યું કે, માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત થવા બદલ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા પંચમહાલ જિલ્લાના વતની સંજયકુમાર બારીયાને ખૂબ ખૂબ અભિનંદન. અદમ્ય સાહસ અને અસાધારણ વીરતાથી દેશની રક્ષા કરતા ભારતીય સેનાના સૌ જવાનો પ્રત્યે દેશવાસીઓને ગર્વ છે.

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત થવા બદલ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા પંચમહાલ જિલ્લાના વતની સંજયકુમાર બારીયાને ખૂબ ખૂબ અભિનંદન.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરાવતી સેન્ટ્રલ જેલમાં વિસ્ફોટ; દેશી બોમ્બ ફેંકાયો, પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો: “ત્રિરંગામાં કે ત્રિરંગામાં લપેટાઈને હું પાછો જરૂર આવીશ”, કારગીલ યુદ્ધમાં શહીદ વિક્રમ બત્રા

આ પણ વાંચો: NEET UG 2024 માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા આજથી શરૂ, વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં લઈ શકશે પ્રવેશ