સાગર સંઘાણી
Devbhomi Dwarka News : દ્વારકામાં એક જ પરિવારના ચાર જણાએ સામુહિક આપઘાત કરી લીધો હતો. આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર સાથે શોકની લાગણી છવાઈ ગઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ ખાતે ફાટક નજીક ધુંવા પરિવારના ચાર જેટલા સભ્યોના ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો હોવાનો બનાવ બુધવારના રોજ બન્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મૃતકોને સારવાર અર્થે બેભાન હાલતમાં ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જોકે ફરજ પરના તબીબે મરણ ગયેલ જાહેર કર્યા હતા. સમગ્ર મામલાની જાણ ભાણવડ પોલીસની થતા ભાણવડ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરી 4 વ્યક્તિઓની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મરણ જનાર ચારેય વ્યક્તિઓ જામનગરના માધવબાગમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. મરણ જનારમાં અશોક ધુવા તેમજ તેમની પત્ની લીલુ ધુવા અને દીકરો જીગ્નેશ ધુવા તેમજ દીકરી કિંજલ ધુવાએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પરિવારના 4 સભ્યોએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજીસુધી જાણવા મળ્યું નથી.
42 વર્ષીય અશોક ધૂંવા, 42 વર્ષીય લીલુબેન અશોક ધૂંવા , 20 વર્ષીય જીગ્નેશ અશોક ધૂંવા , 18 વર્ષીય કિંજલ અશોક ધૂંવા નામના ચાર જેટલા સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. ઘટના સ્થળ પરથી એકટીવા તેમજ બાઈક મળી આવ્યું છે. મૃતકો મૂળ લાલપુર તાલુકાના મોડપર ગામના વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ હાલ તમામ વ્યક્તિઓ જામનગર શહેર ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે
આ પણ વાંચો:વલસાડના ધરમપુર વિસ્તારના છાત્રાલયમાં કુકર ફાટ્યું, મહિલા ગંભીર રીતે દાઝી
આ પણ વાંચો:સુરતમાં કતારગામમાં મકાનમાં બંધ થઈ ગઈ બાળકી
આ પણ વાંચો:દાંતામાં સરકારી અનાજમાં નીકળી જીવાત, શાળામાં અપાય છે મધ્યાહન ભોજન
આ પણ વાંચો:સુરતમાં પીકઅપવાને લીધો બાળકનો જીવ
