Gujarat Weather/ Gujarat Rain Live 12 July: ગુજરાતમાં આજે કેવો રહેશે વરસાદ…..

રાજ્યનાં જુદા જુદા જીલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે……..

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: હવામાન વિભાગે વરસાદને લઈ નવી આગાહી કરી છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન કરાયું છે. બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે રહેશે. અન્ય જીલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને લઇ ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આણંદ, વડોદરા, બોટાદમાં યલો એલર્ટ આપ્યું છે.

ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજે સવારે તાપી, નવસારી તેમજ સુરતમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ઉમરગામ અને કામરેજમાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત અને બોરસદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સિઝનનો એવરેજ 26.32 ટકા વરસાદ નોંધાયો છે.

Gujarat Rain Update Live

રાજકોટના જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે.સાણથલી માં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે.આટકોટ સાણથલી ,જીવાપર પીપળીયામાં પણ વરસાદ પડ્યો છે ત્યારે સાણથલી ગામે અડધો કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ચુક્યો છે.ત્યારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.

બોટાદમાં વાતાવરણમાં પલ્ટો 

બોટાદમાં  શહેર સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે ત્યારે ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્યમાં વરસાદી માહોલ સર્જાયો હતો.ગઢડાના ભીમદાડ,ટાટમ,સામાગામ, સખપર, મેઘવડીયામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

અમરેલી વરસાદ

અમરેલીના વડીયાના કુંકાવાવમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો.કુંકાવાવ, નાની કુંકાવાવ સહિતના ગામોમાં વરસાદ આવ્યો હતો.ખેડૂતોના ખેતરો વરસાદને પગલે  પાણી પાણી થયા હતા.સવારથી મેઘાવી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અમરેલી વરસાદ

અમરેલીના રાજુલામાં ત્રીજા દિવસે પણ વરસાદ જોવા મળ્યો હતો.સતત ત્રણ દિવસથી રાજુલા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.સતત વરસાદથી ગ્રીન સોસાયટીમાં પાણી ભરાયાં છે. વરસાદ વરસાત બધી બાજુ પાણી ભરાયા હતા, પાણીનો નિકાલ નહી થતા પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદ વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે મેમનગર,નારણપુરા,વાડજમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી.તેમજ
અનેક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો.

ગાંધીનગર વરસાદ

ગાંધીનગરમાં ભારે બફારા બાદ ફરી વરસાદ પડ્યો  હતો. ત્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક થઇ ગઈ હતી.

અમરેલી વરસાદ

અમરેલીના વડીયા પંથકમાં મેઘાવી માહોલ જામ્યો હતો ત્યારે આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો ત્યારે સતત બીજા દિવસે પણ  વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

વલસાડ વરસાદ 

વલસાડ જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો હતો ત્યારે શહેર સહિત આસપાસના તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો.ભારે વરસાદના કારણે વિઝિબિલિટીને અસર થઇ હતી, તેમજ વરસાદના કારણે શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ડાંગ વરસાદ

ડાંગ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો,સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા અમરેલી શહેરમા મેઘરાજાની એન્ટ્રી થઇ છે ત્યારે અસહ્ય બફારા બાદ વરસાદનુ આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
નવસારી ગણદેવી 3.74
તાપી વ્યારા 2.76
નવસારી ચીખલી 2.72
નવસારી નવસારી 2.24
સુરત મહુવા 2.01
તાપી સોનગઢ 1.93
વલસાડ પારડી 1.85
તાપી વાલોડ 1.81
વલસાડ વાપી 1.69
તાપી ડોલવણ 1.65
નવસારી જલાલપોર 1.42
જુનાગઢ વિસાવદર 1.30
સુરત બારડોલી 1.30
વલસાડ વલસાડ 1.30
નવસારી ખેરગામ 1.26

​​​​​​​

નવસારીમાં ઠેર ઠેર પાણી ભરાયા

નવસારી શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે ઈંચ જેટલા વરસાદથી પાણી ભરાયા હતા. શહેરમાં આવેલા ધાનેરા પોઇન્ટ પાસે વરસાદી પાણી ભરાયા હતા. નવસારી નગર પાલિકાની ટીમ દ્વારા પાણીનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરી છે. નવસારી શહેરમાં આવેલા સ્ટેશન, મંકોડીયા, જુનાથાણા, ડેપો, ગ્રીડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.

આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
નવસારી ગણદેવી 3.62
તાપી વ્યારા 2.68
નવસારી ચીખલી 2.48
નવસારી નવસારી 2.13
સુરત મહુવા 1.89
તાપી સોનગઢ 1.89
તાપી વાલોડ 1.77
તાપી ડોલવણ 1.50
સુરત બારડોલી 1.30
નવસારી જલાલપોર 1.30

અમદાવાદ- ગાંધીનગરમાં વિરામ બાદ વરસાદ

ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વિરામ બાદ વરસાદ પડ્યો છે. ભારે બફારા બાદ ફરીથી છુટોછવાો પડ્યો વરસાદ. વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે.

વલસાડમાં ધોધમાર વર્ષા

વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વિઝિબિલિટીને અસર થઈ છે. વરસાદના કારણે શહેરમાં ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા છે.

ડાંગમાં વરસાદ

ડાંગ જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

અમરેલીમાં મેઘાની એન્ટ્રી

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. અમરેલી શહેરમાં અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું છે. શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે.

ગીર સોમનાથમાં મેઘો આવ્યો

ગીર સોમનાથના સુત્રાપાડામાં વહેલી સવારથી વરસાદ પડ્યો છે. ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહ્યો છે.

આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
વલસાડ ઉમરગામ 3.27
સુરત કામરેજ 3.27
સુરત સુરત શહેર 3.15
આણંદ બોરસદ 3.11
વલસાડ વાપી 2.91
વલસાડ વલસાડ 2.44
રાજકોટ ઉપલેટા 2.28
નવસારી જલાલપોર 2.17
વલસાડ પારડી 2.05
અમદાવાદ ધંધુકા 2.05
અમરેલી ખાંભા 1.93
વલસાડ કપરાડા 1.85
સાબરકાંઠા પોશીના 1.85
નવસારી ખેરગામ 1.65
વડોદરા ડભોઇ 1.61
ભરૂચ હાંસોટ 1.57
નવસારી નવસારી 1.57
અમરેલી અમરેલી 1.34
ડાંગ વાઘાઈ 1.22
અમરેલી કુંકાવાવ વડિયા 1.18
છોટાઉદેપુરમાં વર્ષા

છોટાઉદેપુરમાં બે દિવસના વિરામ બાદ ફરી આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સુરતમાં વૃક્ષ ધરાશાયી

સુરત જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ ભારે વરસાદથી તેન ગામ જવાના મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો માર્ગ બંધ કરાયો છે. ફાયરની ટીમ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતના પાંડેસરા, ઉધના, વેસુ, ઉમરા, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.

નવસારીમાં પડ્યો વરસાદ

નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. સવારથી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વરસાદ છે. બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જલાલપોર,ગણદેવી,ચીખલીમાં પોણો ઇંચ, વાંસદા અને ખેરગામમાં પણ ધીમી ધારે વરસાદ ખાબક્યો છે.

તાપી જિલ્લામાં મેઘમહેર

તાપી જિલ્લામાં ફરીથી મેઘ મહેર થઈ છે. વરસાદે વિરામ બાદ સોનગઢ, વ્યારા સહિતમાં વરસ્યો છે. વહેલી સવારથી તાપીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

સાબરકાંઠામાં વરસાદ

સાબરકાંઠામાં વડાલીમાં મેઘરાજાની પધરામણી થઈ છે. રાત્રિના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ

આ પણ વાંચો:દાહોદમાં DSFએ ખાનગી રિવોલ્વરથી આપઘાત કર્યો

આ પણ વાંચો:હવે છોકરા પણ સલામત નહી, અમદાવાદમાં બે મહિલાઓએ સગીરની છેડતી કરી