Gandhinagar/ રાજ્ય સરકારનો શિક્ષકોની સંપત્તિ મામલે મોટો નિર્ણય, સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવી પડશે

ગુજરાત સરકાર શિક્ષકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે શિક્ષકોને મિલકત જાહેર કરવી પડશે તેમ સત્તાવાર જાહેરાત કરી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત સરકાર શિક્ષકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે શિક્ષકોને મિલકત જાહેર કરવી પડશે તેમ સત્તાવાર જાહેરાત કરી. રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર શાળામાં ફરજ બજાવતાં સરકારી શિક્ષકોએ તેમની સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવી પડશે. આ સંદર્ભે શિક્ષકોએ મિલકત સંબંધી ડિકલેરેશન ફોર્મ ભરવાનું રહેશે. શિક્ષકોની મિલકતો જાહેર કરવા અંગે શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. રાજ્યના તમામ સરકારી શિક્ષકોને આ નિર્ણયનો અમલ કરવાનો રહેશે.

રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોએ તેમની મિલકત જાહેર કરવા સાથે પરિવારની મિલકતની પણ માહિતી આપવા પડશે. જણાવી દઈએ કે સરકારી ડેટા અનુસાર રાજ્યમાં અઢી લાખ શિક્ષકો સેવા આપી રહ્યા છે. તમામ અઢી લાખ શિક્ષકોએ મિલકત જાહેર કરતા ડિકલેરેશન ફોર્મ ભરવાનું રહેશે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં કેટલીક ઘટનાઓને લઈને તપાસ ચાલી રહી છે. જેમાં સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે અકસ્માત અને દુર્ઘટના બનતું હોવાનું સામે આવ્યા બાદ રાજ્ય સરકારે વધુ કડક પગલા લીધા છે. સરકારી કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધતા તેમના પર નિયંત્રણ લાવવા અગાઉ ચોથા વર્ગટના કર્મચારીઓ સિવાય તમામ કર્મચારીઓને સંપત્તિની વિગતો આપવાના આદેશ આપ્યા હતા. હવે આ બાબત સરકારી શિક્ષકો પણ લાગુ કરવામાં આવતા તેમની મિલકતો જાહેર કરવાને લઈને રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેનેડાના કાયમી વિઝાની લાલચ આપી કરી કરોડોની છેતરપિંડી

આ પણ વાંચો: ગુજરાતમાં ડૂબવાની ઘટનાથી ચિંતિત હાઇકોર્ટનું વોટર પોલીસનું સૂચન

આ પણ વાંચો: AMCના બે લાખથી રૂ. 15 લાખના કામોમાં કરોડોની ગોલમાલ: કોંગ્રેસ