Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે શુક્રવારે સૂચન કર્યું હતું કે રાજ્ય સરકાર ગંગા પર તૈનાત દળની જેમ ડૂબવાથી થતાં મૃત્યુને રોકવા માટે રિવર પોલીસ ફોર્સની રચના કરે. એડવોકેટ જનરલે કહ્યું કે તેનાથી તેમને ટીવી સિરિયલ ‘બેવોચ’ યાદ આવી ગઈ. બેવોચ સીરિયલમા આ જ પ્રકારનો કન્સેપ્ટ છે. વોટર પોલીસની પરિકલ્પનાનો આધાર જ આ છે. સીજેએ કહ્યું કે ગંગાની જેમ જ નર્મદા પરના અમુક સ્થળો જ્યાં લોકો ધાર્મિક વિધિ માટે ભેગા થાય છે તેનું નિરીક્ષણ કરી શકાય છે.
રાજ્ય સરકારે પણ કોર્ટને જળાશયોમાં મનોરંજન સુવિધાઓની સ્થિતિ વિશે જાણ કરી હતી. 42 જળાશયોમાંથી, તમામ જરૂરી સર્વેક્ષણ કર્યા બાદ ચાર તળાવોમાં બોટિંગની મંજૂરી આપવામાં આવી છે. સલામતીના તમામ પગલાઓનું પાલન કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે એક ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે.
હરણી તળાવની બોટ ડૂબી જવા અંગેની સુઓમોટુ પીઆઈએલની સુનાવણી કરતી વખતે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)ના વકીલ પ્રકાશ જાનીએ એનસીઆરબીના ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે 2022માં રાજ્યમાં 1,959 લોકો ડૂબી ગયા હતા.
મોટાભાગના કિસ્સાઓ પિકનિક સ્પોટ, ધાર્મિક સ્થળો અને દરિયાકિનારે બને છે. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે વોટર પોલીસનો કોન્સેપ્ટ અમલમાં મૂકવો જરૂરી છે. હાલમાં ગંગામાં તે અમલી છે.” જ્યારે એડવોકેટ જનરલે લોકપ્રિય સ્થળોને બદલે દૂરના સ્થળોએ લોકોને બચાવવામાં આવા દળની અસરકારકતા પર પ્રશ્ન કર્યો, ત્યારે CJએ કહ્યું, “ વોટર પોલીસ દરેક જગ્યાએ હોઈ શકે છે. આ ફોર્સ ફ્લોટિંગ પોલીસ સ્ટેશન પર તૈનાત છે.”
તેમણે આવા દળને બનાવવા માટે ત્રિવેણી સંગમ જેવા સ્થળોએ અપનાવવામાં આવેલા પગલાંની ચર્ચા કરી અને જણાવ્યું હતું કે “આ ખ્યાલ તાજેતરમાં રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ તે અસરકારક છે.” રાજ્ય સરકારે પણ કોર્ટને જળાશયોમાં મનોરંજન સુવિધાઓની સ્થિતિ વિશે જાણ કરી હતી. 42 જળાશયોમાંથી, તમામ જરૂરી સર્વેક્ષણ કર્યા બાદ ચાર તળાવોમાં બોટિંગની મંજૂરી આપવામાં આવી છે. સલામતીના તમામ પગલાઓનું પાલન કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે એક ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક મીમી વરસાદ, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ
આ પણ વાંચો: સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
આ પણ વાંચો: AMCના બે લાખથી રૂ. 15 લાખના કામોમાં કરોડોની ગોલમાલ: કોંગ્રેસ
