Breking News/ પંજાબમાં કૌમી ઇન્સાફ મોરચાના પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ

મોહાલીમાં કેદીઓની મુક્તિની માંગણી માટે વિરોધ કરી રહેલા ‘Kaumi Insaf Morcha’ના સભ્યોને રોકવા માટે પોલીસે ટીયર ગેસ અને પાણીના તોપનો ઉપયોગ કર્યો. સંપૂર્ણ અહેવાલ વાંચો.

Top Stories NATIONAL India Breaking News
Kaumi Insaf Morcha

Mohali Kaumi Insaf Morcha Protest : પંજાબના મોહાલીમાં સ્વતંત્રતા દિવસના અવસરે સીખ કેદીઓની મુક્તિની માંગને લઈને કૌમી ઈન્સાફ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓ ચંદીગઢ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને રોકવા માટે ટિયર ગેસના શેલ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. કૌમી ઈન્સાફ મોરચા લાંબા સમયથી જેલમાં બંધ કેટલાક સીખ કેદીઓ, જેને ‘બંદી સિંહ’ તરીકે ઓળખવામાં આવે છે, તેમની મુક્તિ અથવા પેરોલની માંગ કરી રહ્યું છે. મોરચાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો મોહાલી-ચંદીગઢ બોર્ડર નજીક એકત્ર થયા હતા.

બંદી સિંહ કેદીઓ કોણ છે?

‘બંદી સિંહ’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે એવા સીખ કેદીઓ(Kaumi Insaf Morcha) માટે થાય છે, જેમને 1980 અને 1990ના દાયકામાં પંજાબમાં ચાલેલી હિંસા અને આતંકવાદ દરમિયાન થયેલા ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેઓ લાંબા સમયથી જેલમાં છે. કૌમી ઈન્સાફ મોરચા સહિત કેટલાક સીખ સંગઠનોનું કહેવું છે કે આવા કેદીઓમાંથી ઘણા લાંબા સમયથી જેલમાં છે અને હવે તેમની ઉંમર વધી ગઈ છે. કેટલાકની તબિયત પણ નબળી હોવાનું સંગઠનોનું કહેવું છે. તેથી માનવતાના ધોરણે તેમની મુક્તિ અથવા પેરોલ અંગે વિચારણા કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Kaumi Insaf Morcha

ચંદીગઢ તરફ કૂચની જાહેરાત

પ્રદર્શનકારીઓએ ચંદીગઢમાં લોકભવન અને રાજ્યપાલના નિવાસ તરફ માર્ચ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. બપોરે મોહાલીથી(Kaumi Insaf Morcha) ચંદીગઢ તરફ આગળ વધવાની તૈયારી કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓને રોકવા માટે મોહાલી બેરિયર પાસે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને બેરિકેડિંગ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો કોઈ બેરિકેડ તોડવાનો પ્રયાસ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવ

પ્રદર્શનકારીઓને આગળ વધતા અટકાવતી વખતે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો અને ટિયર ગેસના શેલ છોડ્યા હતા. બીજી તરફ, પોલીસનો આરોપ છે કે કેટલાક પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો. સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે પોલીસના કેટલાક જવાનોને સુરક્ષાત્મક જાળીદાર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. મોહાલી (Kaumi Insaf Morcha) અને ચંદીગઢને જોડતા માર્ગો પર પણ વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી હતી.

પ્રદર્શનકારીઓએ શું કહ્યું?

જગતાર સિંહ હવારા સાથે જોડાયેલા તેમના પિતા બાપુ ગુરચરણ સિંહે કહ્યું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે. તેમનો દાવો છે કે કૌમી ઈન્સાફ મોરચો(Kaumi Insaf Morcha) લાંબા સમયથી શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમની મુખ્ય માંગ લાંબા સમયથી જેલમાં રહેલા સીખ કેદીઓની મુક્તિ છે. સાથે જ તેમણે એક કેદી માટે થોડા દિવસની પેરોલની પણ માંગ કરી છે, જેથી તે ગંભીર રીતે બીમાર માતાને મળી શકે. હાલ મોહાલી-ચંદીગઢ બોર્ડર પર સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને સમગ્ર મામલે વહીવટીતંત્ર દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:હેમંત સોરેનના નિવાસસ્થાને ભાજપનો વિરોધ, મંત્રી ઇરફાન અંસારીએ લગાવ્યો હત્યાના પ્રયાસનો આરોપ

આ પણ વાંચો:NALSAR યુનિવર્સિટીમાં CJI સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનો વિદ્યાર્થીઓ દ્વારા સખત વિરોધ

આ પણ વાંચો:ભારત-મ્યાનમાર સરહદ વિવાદ; જમીનની અદલા-બદલીના પ્રસ્તાવ સામે મણિપુરમાં વિરોધ