Not Set/ જિઓ ફૉન વિસ્ફોટનો પ્રથમ કેસ આવ્યો છે નોંધવામાં

થોડા જ દિવસોમાં છ મિલિયન હેન્ડસેટ વેચાયા પછી જિઓફોન હવે વિવાદોમાં ચમક્યું છે. એક અહેવાલ મુજબ કાશ્મીરમાં એક જીઓ ફોનનો વિસ્ફોટ થયો હતો જ્યારે તેને ચાર્જ કરવામાં આવ્યો હતો. ફોનનું પાછલુ પેનલ તેમજ ચાર્જરમાં ઓગળી ગયું હોય તેવું લાગે છે. જો કે, આ મૂળ ઘટનાની જાણ કરતી ટ્વિટર પોસ્ટ હવે કાઢી નાખવામાં આવી છે. રિલાયન્સ […]

Tech & Auto

થોડા જ દિવસોમાં છ મિલિયન હેન્ડસેટ વેચાયા પછી જિઓફોન હવે વિવાદોમાં ચમક્યું છે. એક અહેવાલ મુજબ કાશ્મીરમાં એક જીઓ ફોનનો વિસ્ફોટ થયો હતો જ્યારે તેને ચાર્જ કરવામાં આવ્યો હતો. ફોનનું પાછલુ પેનલ તેમજ ચાર્જરમાં ઓગળી ગયું હોય તેવું લાગે છે. જો કે, આ મૂળ ઘટનાની જાણ કરતી ટ્વિટર પોસ્ટ હવે કાઢી નાખવામાં આવી છે. રિલાયન્સ રિટેલના પ્રવક્તાએ આ ન્યૂઝને ફેક કહી છે.

આશ્ચર્યજનક રીતે બેટરી હજુ પણ અકબંધ અને કાર્યરત છે જયારે આટલા મોટા વિસ્ફોટથી બેટરી પણ ફાટી જવી જોઈએ. અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે ફોનની બેક સંપૂર્ણપણે ડેમેજ થઇ ગઈ છે, તેમ છતાં બેટરીનો નાશ નથી થયો. એક એલઆઇએફ ડિસ્ટ્રીબ્યુટર જેણે ઉપકરણની તપાસ કરી હતી તેમને દેખીતી રીતે પુષ્ટિ કરી હતી કે બેટરી હજી પણ કામ કરી રહી છે. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, “આ બનાવની અમને જાણ કરવામાં આવી છે. આ ઘટના હાથે કરીને બ્રાન્ડનું નામ બગાડવા માટે કરવામાં આવી હોય તેવું સ્પષ્ટરૂપે દેખાઈ રહ્યું છે તેમ છતાં અમે પૂરી તપાસ કરીશુ.”