Not Set/ Auto/ Hyundai Creta નો નવો લુક જોઇ ચોંકી જશો આપ

જાપાનની કાર ઉત્પાદક હ્યુન્ડાઇએ ભારતીય કાર બજાર માટે તેની કાર ક્રેટાની કેટલીક નવી ડિઝાઇન સોશિયલ મીડિયા પર રજૂ કરી છે. ઓટો એક્સ્પોમાં સેકન્ડ જનરેશનની ક્રેટા રજૂ કરવામાં આવશે. સ્કેચ બતાવે છે કે સેકન્ડ જનરેશનની ક્રેટા નવી ડિઝાઇન લેગ્વેજની સાથે આવશે. તે નવા પ્લેટફોર્મ પર આધારિત હશે અને તેમાં ઘણી નવી સુવિધાઓ હશે. હ્યુન્ડાઇ ઇન્ડિયા દ્વારા […]

Tech & Auto

જાપાનની કાર ઉત્પાદક હ્યુન્ડાઇએ ભારતીય કાર બજાર માટે તેની કાર ક્રેટાની કેટલીક નવી ડિઝાઇન સોશિયલ મીડિયા પર રજૂ કરી છે. ઓટો એક્સ્પોમાં સેકન્ડ જનરેશનની ક્રેટા રજૂ કરવામાં આવશે. સ્કેચ બતાવે છે કે સેકન્ડ જનરેશનની ક્રેટા નવી ડિઝાઇન લેગ્વેજની સાથે આવશે. તે નવા પ્લેટફોર્મ પર આધારિત હશે અને તેમાં ઘણી નવી સુવિધાઓ હશે. હ્યુન્ડાઇ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા ડિઝાઇન સ્કેચ સૂચવે છે કે નવી ક્રેટા ix25 મોડેલ જેવી જ હશે. હ્યુન્ડાઇનું ix25 મોડેલ 2019 થી ચીની બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

Image result for new creta

Creta SUV નાં આગળનાં ભાગમાં હ્યુન્ડાઇનાં સિગ્નેચર કાસ્કેડિંગ ગ્રિલ આપવામાં આવેલ છે. નવી ક્રેટાને ઓલ-ન્યૂ સ્પ્લિટ ડિઝાઇન સાથે હેડલેમ્પ્સ આવે છે. નવી ક્રેટાની ટેઇલ-ગેટ વધુ સારી અને બોલ્ડ છે. એકંદરે, તેનો લુક એકદમ આક્રમક છે. જો કે, તે જોવાનું બાકી છે કે નવી ક્રેટા રિલીઝ કરેલા ડિઝાઇન સ્કેચથી કેટલી મેળ ખાય છે. હ્યુન્ડાઇની ઓરા રિલીઝ કરેલા સ્કેચથી એકદમ અલગ સામે આવી છે. જો કે, હ્યુન્ડાઇએ હજી સુધી તેની નવી ક્રેટાની ઇન્ટીરિયર માહિતી જાહેર કરી નથી. જો કે, નવી ક્રેટાનાં આંતરિક ભાગ ચીનમાં શરૂ કરાયેલા મોડેલની જેમ સમાન હોઈ શકે છે.

ચાઇનીજ મોડેલમાં ડૈશબોર્ડ લેઆઉટ બિલકુલ નવુ છે, જેમ વર્ટિકલ પોઝિશનમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન સાથે આપેલ છે. નવી ક્રેટામાં હ્યુન્ડાઇનાં તમામ મોડર્ન મોડલ્સની જેમ સ્ટીયરિંગ વ્હીલ હોઈ શકે છે. સ્ટીયરિંગ વ્હીલ મલ્ટિ-ફંક્શન બટનો સાથે 3-સ્પોકન ડિઝાઇનમાં આવી શકે છે. ચીનમાં, ડ્રાઇવરને સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવે છે. જોવાનું રહેશે કે હ્યુન્ડાઇ તેને ભારતમાં ઓફર કરે છે કે નહીં. 2020 ક્રેટા કિયા સેલ્ટોસનાં પ્લેટફોર્મ પર આધારીત હશે અને તે જ લાઇન-અપનું એન્જિન આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.