ટેક્નોલોજી/ Redmi Note 10 Proને ખરીદ્યો માત્ર 15,999 રુપિયામાં, મળશે 64 મેગાપિક્સેલનો કેમેરો

જો તમે હજી સુધી શાઓમીનો રેડમી નોટ 10 પ્રો ખરીદી શક્યા નથી, તો તમારા માટે એક સારા સમાચાર છે. કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી નોટ 10 પ્રો ફ્લેશ સેલમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. એમેઝોન પર આ વેચાણ શરૂ થઇ ગયું છે, જ્યાંથી ગ્રાહકો ઓફરનો લાભ મેળવી શકે છે. કંપનીએ આ ફોનની શરુઆતી કિંમત ફક્ત 15,999 […]

Tech & Auto

જો તમે હજી સુધી શાઓમીનો રેડમી નોટ 10 પ્રો ખરીદી શક્યા નથી, તો તમારા માટે એક સારા સમાચાર છે. કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી નોટ 10 પ્રો ફ્લેશ સેલમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. એમેઝોન પર આ વેચાણ શરૂ થઇ ગયું છે, જ્યાંથી ગ્રાહકો ઓફરનો લાભ મેળવી શકે છે. કંપનીએ આ ફોનની શરુઆતી કિંમત ફક્ત 15,999 રૂપિયા રાખી છે, અને જો ગ્રાહકો ફોન ખરીદવા માટે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશે તો તેમને 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપશે.

Xiaomi Redmi Note 10 Pro pictures, official photos

શાઓમીના આ નવા ફોનમાં રેડમી નોટ 10 પ્રોમાં 6.67 ઇંચની ફુલ એચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે છે. તે ડ્યુઅલ નેનો-સિમ સપોર્ટ સાથે આવે છે. પ્રોસેસર તરીકે આ ફોનમાં સ્નેપડ્રેગન 732 જી એસઓસી આપવામાં આવી છે.

તેમાં 8 જીબી સુધીની એલપીડીડીઆર 4 એક્સ રેમ છે. ફોનની મેમરી એસડી કાર્ડની મદદથી 512 જીબી સુધી વધારી શકાય છે.

કેમેરા તરીકે આ ફોનમાં એલઇડી ફ્લેશ સાથે ક્વાડ રીયર કેમેરા સેટઅપ છે. તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો સાથે 8 મેગાપિક્સેલનો વાઇલ્ડ એંગલ લેન્સ છે, એક 5 મેગાપિક્સેલનો સુપર મેક્રો લેન્સ અને એક 2 મેગાપિક્સેલનો ડેપ્થ સેન્સર છે.

સેલ્ફી માટે ફોનના આગળના ભાગમાં 16 મેગાપિક્સલનો કેમેરો છે. પાવર માટે આ સ્માર્ટફોનમાં 5020 એમએએચની બેટરી છે, જે 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

Xiaomi Redmi Note 10 Pro series next sale date announced: Check details

રેડમી નોટ 10 પ્રો 15,999 રૂપિયાની શરુઆતી કિંમત પર આવે છે, જે તેના 6 જીબી + 64 જીબી વેરિએન્ટ માટે છે. આ સિવાય તેના 6 જીબી + 128 જીબી વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા રાખવામાં આવી છે અને 8 જીબી + 128 જીબી મોડલની કિંમત 18,999 રૂપિયા રાખવામાં આવી છે.