Surat News/ સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાત પ્રસરતા ગામલોકો ત્રાહિમામ

સુરતમાં સરકારી અનાજ ના ગોડાઉન માં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે.માહિતી અનુસાર સરકાર દ્રારા અપાતા અનાજમાં જીવાત પડી ગઈ હતી.

Top Stories Gujarat Breaking News

Surat News: સુરતમાં સરકારી અનાજના ગોડાઉન માં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે.માહિતી અનુસાર સરકાર દ્રારા અપાતા અનાજમાં જીવાત પડી ગઈ હતી,એટલુજ નહિ આ જીવાત આસપાસ ના ઘરો માં પણ  પ્રસરી હતી,જેના કરને લોકોના અનાજ બગડવાની શક્યતાઓ જોવા મળી હતી,માહિતી અનુસાર આ સરકારી અનાજનું ગોડાઉન સચિન રેલવે સ્ટેશન નજીક આવેલું છે. લોકોના ઘરોમાં જીવત ઘુસતા લોકો હેરાન પરેશાન થય ગયા હતા.એટલુજ નહિ  લોકો ના ઘર માં તેમજ ખાવાની ચીજ વસ્તુ માં જીવાત પહોચતા સ્થાનિક લોકો એ પાલિકામાં રજુઆત કરી હતી.

ત્યાર બાદ પાલિકાએ ગોડાઉન સંચાલક ને નોટિસ પાઠવી હતી.

સુરતમાં સરકારી અનાજના ગોડાઉન માં જીવાત 

ગામલોકો ત્રાહિમામ

આપને જણાવી દઈએ આવીજ એક ઘટના મહીસાગરમાં પણ બની હતી જ્યાં સરકાર દ્વારા ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં મોટી બેદરકારી સામે આવી હતી .જ્યાં શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને અપાતા ભોજનમાં વપરાતા અનાજના ભોજનની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું સામે આવ્યું હતું.માહિતી અનુસાર, ત્યાં પણ  પ્રાથમિક શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત જોવા મળી હતી. કડાણા તાલુકામાં આવેલ ઘોડિયાર તેમજ નીંદકા ઉત્તર પ્રાથમિક શાળા એમ બે શાળામાં કઠોળમાં જીવાત જોવા મળી હતી.

 

આ સિવાય બનાસકાંઠાના દાંતામાં સરકારી અનાજમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું. દાંતાની સરકારી શાળામાં જીવાત નીકળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ત્યારે મંડાલી શાળાને અપાયેલા ચણામાં જીવાત નીકળી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. શાળામાં અપાતા મધ્યાહન ભોજન માટે અપાયેલા ચણામાં જીવાત નીકળી હતી.

સરકાર દ્વારા અપાતી મધ્યાહન ભોજનની ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી હતી. જાણકારી મુજબ તાલુકાના તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત જોવા મળી હતી. મધ્યાહન ભોજન સરકાર તરફથી આપવામાં આવે છે. સરકાર તરફથી મોકલવામાં આવતું સીધું સામાન હલકી ગુણવત્તા વાળું હોવાનું આ ઘટના બતાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો, CM ભૂપેન્દ્રપટેલની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય, ઋષિકેશ પટેલે આપી માહિતી

આ પણ વાંચો:ગણેશ જાડેજાનો જેલવાસ લંબાવાની શક્યતાઓ,હાઈ કોર્ટ દ્વારા અપાઈ આ મુદત

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં