Surat News: સુરતમાં ડમ્પર ચાલક યમદૂત બનીને આવ્યો હતો. ડીંડોલીમાં વહેલી સવારે થયેલા અકસ્માતમાં પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો અને પુત્રનુ ઘટનાસ્થળે મોત થયું હતું. આમ બેફામ ચાલતા ડમ્પરો મોતનું બીજું સરનામું બનીને ઉભરી આવ્યા છે. હવે જાણે ગમે ત્યારે ગમે તે કોઈને યમસદન પહોંચાડી દેવા તે આ ડમ્પરોની લાક્ષણિકતા બની ગઈ છે.
વિદ્યાર્થીને પિતા સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે પુલ પર આ અકસ્માત નડ્યો હતો. બાઇક પર પિતાપુત્ર બંને સાથે જઈ રહ્યા હતા. ડમ્પર ચાલકને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો. બેફામ ચાલતા ડમ્પરો સામાન્ય વાહનચાલકો અને પદચાલકો માટે યમદૂત બન્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ છે જીવલેણઃ 2023માં 870નાં મોત
