Devbhumi Dwarka News/ દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાનો પ્રકોપ, 12 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Top Stories Gujarat Others Breaking News

Devbhumi Dwarka News: ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. આજે દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં સર્વત્ર મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. દ્વારકામાં આજે દિવસભર 12 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ વાત એ છે કે સાંજના 4 થી 6 કલાકના સમયગાળા દરમિયાન દ્વારકા તાલુકામાં 9 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે દેવભૂમિ-દ્વારકામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. દ્વારકા તરફ જતા રોડ પર ઘૂંટણ ઊંડે પાણી છે.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. દ્વારકા સિવાયના તાલુકાઓમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન કલ્યાણપુર તાલુકામાં 6 ઈંચ, ખંભાળિયામાં 4.5 ઈંચ અને ભાણવડમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. મુશળધાર વરસાદની સાથે વીજળી પડવાને કારણે રસ્તાઓ ધોવાઈ જવાના કારણે અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે NDRFની ટીમે નીચાણવાળા ભાટિયા ગામમાં બે લોકોને બચાવ્યા હતા. કલેક્ટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની ટીમોએ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કર્યા છે. આજે દિવસભર 103 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 304 મીમી, પોરબંદરમાં 215 મીમી, જૂનાગઢના કેશોદમાં 212 મીમી, વંથલીમાં 179 મીમી, ઉમરગામમાં 156 મીમી અને કલ્યાણપુર તાલુકામાં 151 મીમી વરસાદ નોંધાયો હતો.

સાંજે 4 થી 6 વાગ્યાના બે કલાક દરમિયાન 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કલ્યાણપુરમાં 39 મીમી, જામનગરના કાલાવડમાં 30 મીમી અને ખંભાળિયામાં 27 મીમી વરસાદ નોંધાયો છે. દ્વારકા ના. કલ્યાણપુર પંથકમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદે અનેક જગ્યાએ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને મુશળધાર વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ગઈકાલે ભારે વરસાદ બાદ શરૂ થયેલા વરસાદમાં કલ્યાણપુર તાલુકાના ભાટીયા, નંદાણા, પટેલકા સહિતના ગામોમાં બે થી ત્રણ ઈંચ વરસાદ પડતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બસ સ્ટેશન ચોક, રેલ્વે સ્ટેશન રોડ, ભાટીયા ગામની મુખ્ય બજાર સહિતના માર્ગો પર નદી જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ છે જીવલેણઃ 2023માં 870નાં મોત

આ પણ વાંચો: પોરબંદર જળબંબાકાર, 14 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

આ પણ વાંચો:અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો આંશિક રદ્દ, જાણો ક્યાં સુધી રેલ સેવાનો લાભ નહીં મળે