Gandhinagar News: સરકારે ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે બદલીના નિયમ જાહેર કર્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આમ રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ..
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર.
રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.… pic.twitter.com/xC46LcIW3o
— Dr. Kuber Dindor (@kuberdindor) July 20, 2024
તેના ઉદાહરણ તરીકે જોઈએ તો બાલવાટિકાથી પાંચમાં ધોરણ સુધી 150 કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય ત્યારે મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય. આ જ રીતે ધોરણ છથી આઠમાં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય. આમ બાલવાટિકાથી આઠમા ધોરણ સુધી 150થી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય. આ રીતે મહેકમ ગણવાની પદ્દતિ અપનાવાઈ છે. પછી વધુ નિયમો સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી જાહેર કરવામાં આવશે. સરકારના નિર્ણયને
આ ઉપરાંત જિલ્લા આંતરિક બદલે ત્રણ વર્ષ બાદ કરી શકાશે અને જિલ્લા ફેરબદલી પાંચ વર્ષ પછી કરી શકાશે. આ સિવાય 50 ટકા જગ્યા અગ્રતાથી અને બાકીની જગ્યા શ્રેયતાથી ભરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોએ બદલીના નિયમોને લઈ આંદોલન કર્યુ હતું. હવે સરકારની આ જાહેરાતથી શિક્ષકોને રાહત થઈ ગઈ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક્રોપોલીસ મોલમાં આગ લાગી, ચોતરફ દોડધામ
આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસને થાપ આપી ભાગી છૂટેલો નામચીન મોન્ટુ નામદાર પકડાયો
આ પણ વાંચો: મહેસાણામાં અમદાવાદના નશામાં ધૂત નબીરાઓએ અકસ્માત સર્જ્યો
