Gandhinagar News/ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં અનાવૃષ્ટિ

ગુજરાતમાં આ વખતે વરસાદના મોરચે જોઈએ તો કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સ્થિતિ જોવા મળી રહી છે અને બીજી બાજુએ ઉત્તર-મધ્ય ગુજરાતમાં અનાવૃષ્ટિ જોવા મળી રહી છે. ખેડૂતો રીતસર કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ બતાવે છે કે એક જ રાજ્યના ત્રણ ઝોનમાં અતિ અને બે ઝોનમાં અનાવૃષ્ટિ જોવા મળે છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં આ વખતે વરસાદના મોરચે જોઈએ તો કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સ્થિતિ જોવા મળી રહી છે અને બીજી બાજુએ ઉત્તર-મધ્ય ગુજરાતમાં અનાવૃષ્ટિ જોવા મળી રહી છે. ખેડૂતો રીતસર કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ બતાવે છે કે એક જ રાજ્યના ત્રણ ઝોનમાં અતિ અને બે ઝોનમાં અનાવૃષ્ટિ જોવા મળે છે.

ગુજરાતમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો, પરંતુ ગુજરાતના કેટલાક જિલ્લાઓમા ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. કચ્છ-સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વર્ષા છે, પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી. આવામા વાવણી કરી બેસેલા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અત્યાર સુધી સીઝનનો 38.28 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ રાજ્યના અડધાથી વધુ ભાગમાં 20 થી 40 ટકા જેટલો જ વરસાદ રહ્યો છે.

રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ સક્રિય થયા પછી વરસાદી સિસ્ટમને સક્રિય કરતા પરિબળો પર અનેક પ્રકારના વિક્ષેપ થતા આ વખતે ગુજરાતને સાર્વત્રિક વરસાદનો લાભ મળ્યો નથી. દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, જુનાગઢના મેંદરડા, વંથલી, માણાવદરમાં મોસમનો 100 ટકા વરસાદ વરસી ગયો છે. પરંતુ અન્ય તાલુકાઓમા વરસાદ ઓછો છે.

રાજ્યમાં હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ સીઝનની 20થી 59 ટકા જેટલી વરસાદની ઘટ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતવાસીઓ ભયંકર બફારાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, કારણ કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસાની ઋતુમાં ઠંડક પ્રસરી જવાને બદલે મહત્તમ તાપમાન 33-34 ડિગ્રી સેલ્સિયસ રહે છે તથા વરસાદી ઋતુમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસે રહ્યો છે. તેને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેવાથી બફારાનો ભયંકર અનુભવ થઈ રહ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હ્યુમિડિટીનું પ્રમાણ પણ 60થી 70 ટકાની આસપાસ રહે છે. જેને કારણે અમદાવાદના શહેરીજનો ઉપરાંત ઉત્તર ગુજરાતના ગામના રહેવાસીઓ અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતથી જ અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાંક શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ અમદાવાદ શહેરમાં પૂરતા પ્રમાણ વરસાદ વરસ્યો નથી. ફક્ત જૂન મહિનાના અંતમા 2-3 દિવસ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ત્યાર બાદ જુલાઈ મહિનાની શરૂઆતથી જ અમદાવાદમાં વરસાદી વાદળો છવાયાં બાદ પણ શહેર કોરું રહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, ખેડૂતો રાજીના રેડ

આ પણ વાંચો: ગુજરાતના IAS અધિકારીની પત્નીએ ઝેર પી કરી આત્મહત્યા, ગેંગસ્ટર સાથે કનેકશનની આશંકા

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે