Gujarat News: રાજ્યમાં હવે કેન્સર અને સ્ક્રીઝોફેનિયા જેવી ગંભીર બીમારીઓની દવા નિઃશુલ્ક મળશે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય મામલે વધુ એક સુવિધા પૂરી પાડવામાં આવી. છેલ્લા થોડા સમયમાં કેન્સર બીમારીઓના કેસ વધવાને મામલાના ધ્યાન પર આરોગ્ય વિભાગ આ નવી પહેલ કરી. 20 વર્ષમાં પ્રથમ વખત આરોગ્ય વિભાગે આવશ્યક દવાની યાદીમાં 92 જેટલી વધુ દવાઓને એકસાથે સામેલ કરી.આ સાથે ચાલુ વર્ષે આવશ્યક દવાઓની સંખ્યા 1,382 થઈ છે.
લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. જો કે આ સાથે ગંભીર બીમારીઓનું પ્રમાણ પણ વધ્યુ છે. લોકો નાની ઉંમરે કેન્સર અને કીડની બીમારીના શિકાર બની રહ્યા છે. કેટલાક દર્દીઓ આવી ગંભીર બીમારીમાં જરૂરી નાણાંના અભાવે પૂરતા પ્રમાણમાં દવાઓનો લઈ શકતા નથી. ગંભીર બીમારીમાં દવાઓ મોંઘી હોવાથી દર્દીઓ અધવચ્ચે જ દવાનો કોર્ષ છોડી દે છે. જેના પરિણામે તેઓ મૃત્યુ પામે છે. રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે પછાત દર્દીઓ માટે નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવે છે. આ દવાઓમાં અત્યાર સુધી કુલ 717 જેટલી દવાઓ સામેલ હતી. હવે આવશ્યક દવાઓની યાદીમાં ચાલુ વર્ષે 665 દવાઓનો ઉમેરો કરતાં આ સંખ્યા 1,382એ પંહોચી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે પ્રથમ વખત આવશ્યક દવાઓની યાદીમાં ગંભીર બીમારીને સામેલ કરી છે. આ દવાઓ પાછળ વાર્ષિક એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે તેવુ અનુમાન છે. ગંભીર બીમારીઓને દવાઓને સામેલ કરવાને લઈને પહેલા કમિટિ દ્વારા એક રિવ્યુ હાથ ધરાયો હતો. જેના બાદ લગભગ 6 કલાક સુધી ચાલેલ GMSCLની બેઠકમાં ગંભીર દવાઓને આવશ્યક દવાઓમાં સામેલ કરવાને લઈને નિર્ણય કરાયો.ચામડીના રોગ, માનસિક રોગ, ડાયાબિટિસ, બ્લડપ્રેશર, ઈમરજન્સી અને સિરિયસ દર્દીઓ માટે આઈસીયુમાં વપરાતી મોંઘી અને લેટેસ્ટ એન્ટિબાયોટિક દવાઓનો યાદીમાં સમાવેશ કરાયો છે. સર્જીકલ સ્યુચર, ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટ અને જીઆઈ સ્ટેપલર જેવી સર્જીકલ આઈટમો પણ યાદીમાં ઉમેરાઈ છે. નિષ્ણાત ડૉક્ટરોની ટીમના સૂચન બાદ મહત્તમ દર્દીઓને લાભ મળી શકે માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.
