Gujarat Weather/ ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, ક્યાં આપવામાં આવ્યું છે એલર્ટ

હવામાન વિભાગની આગાહીએ લોકોની ચિંતિત કરી દીધા છે……….

Top Stories Gujarat Breaking News
Gujarat Weather News: ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વડોદરામાં અતિભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીએ લોકોની ચિંતિત કરી દીધા છે.
આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તો સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અતિભારે ઓરેન્જ અલર્ટ અપાયું છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.
રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ,ગીર સોમનાથમાં ભારે વારસાદીની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. એને લઇને રાજ્યના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે

આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા