રાજકોટમાં ચાલુ ફ્લાઈટએ દારૂ પીનાર વ્યક્તિને એરપોર્ટ પરથી પકડવાનો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર રાજકોટના હીરાસર એરપોર્ટ મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઈટમાં આ વ્યક્તિ આવ્યો હતો, જેમાં તેને ફ્લાઈટની અંદર દારૂનું સેવન કર્યું હતું. જયારે તે એરપોર્ટ પર ઉતાર્યો ત્યારે એરપોર્ટના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. તેમજ પોલીસ મથકે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
એર ઇન્ડિયાના પાયલોટે નશાની હાલતમાં ઇન્ટરનેશનલ ફલાઈટ ચલાવી. એર ઇન્ડિયાની આ ફલાઈટ ફૂકેટથી ભારત પરત ફરી રહી હતી. ત્યારે ફલાઈટ ભારતમાં ટેક ઓફ થયા બાદ પાઈલટ નશામાં ધૂત જોવા મળ્યો હતો. એર ઇન્ડીયાએ નશો કરનાર પાયલોટની નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા
