Job Fair/ સુરતમાં જોબ ફેરનું આયોજન, 80થી વધુ કંપનીઓએ ભાગ લીધો

સુરત શહેરમાં યોજાયેલા જોબ ફેરમાં સમગ્ર ગુજરાતમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત…….

Gujarat Surat

@દિવ્યેશ પરમાર

Surat News: કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. જેના ભાગ રૂપે સુરતમાં વીર નર્મદ યુનિવર્સીટી સંલગ્ન ત્રણ કોલેજો માટે જોબ ફેરનું આયોજન કરાયું હતું. જેમાં 80 થી વધુ કંપનીઓ આવી હતી અને 1500 જેટલા વિદ્યાર્થીઓ જોબ ફેરમાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યા હતા . આ જોબ ફેરનો શુભારંભ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરાવ્યો હતો અને જોબ ઇન્ટરવ્યૂ માટે આવેલા તમામ વિદ્યાર્થીઓને નોકરી લક્ષી અને શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સુરત શહેરમાં યોજાયેલા જોબ ફેરમાં સમગ્ર ગુજરાતમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સુરતની જે.ડી ગાબાણી આર્ટ્સ કોલેજ ,જેબી ધરૂકા કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ દ્વારા કેન્દ્ર સરકારના રોજગાર મેળા અંતર્ગત જોબ ફેરનું આયોજન કર્યું હતું.. આ જોબ ફેરમાં વિવિધ 80 જેટલી કંપનીઓ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવા પહોંચી હતી. જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાના 1500 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા .

આ મેગા જોબ ફેરની શરૂઆત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ જોબની ચિંતા સતાવતી હોય છે. જેથી આવા જોબ ફેર તેમના માટે આશીર્વાદ સમાન બની રહેશે અને અનેક વિદ્યાર્થીઓને જોબ મળી જશે.

વધુમાં જણાવ્યું હતું કે અત્યારે સુરતમાં ઓકેશનલ સ્ટડી ખૂબ જરૂરી છે જેવી કે સુરતમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે તો તેમના કલાસ હવે યુનિવર્સિટીમાં તેમજ ખાનગી કોલેજમાં પણ શરૂ થયા છે. આ ઓકેશનલ સ્ટડી કરવાથી સ્થાયી વ્યવસાયોમાં નોકરીની ઉત્તમ તક રહે છે અને પોતાની આવડત થતી ખૂબ જ આગળ વધી શકાય છે. એ જોબફેરમાં 42 આઈ ટી કંપની, 10 જેટલી ફાર્મા કંપની અને જેમ્સ એન્ડ જવેલરી સહિતની 80 કંપનીઓ આવી હતી. ખાસ અત્યારે BBA અને BCA ના વિદ્યાર્થીઓ માટે આ જોબ ફેરમાં ઉત્તમ તક રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024, રામ-શબરીના મિલન સ્થળ પર બનશે ‘શબરી ધામ’

આ પણ વાંચો: વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા

આ પણ વાંચો:અંબાજી પોલીસે 9.5 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો