Morbi News/ મોરબીમાં 11 વર્ષે પણ સીએમ આવાસ યોજનાનું કામ અધૂરુઃ શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 11 વર્ષે પણ મુખ્યમંત્રી આવાસ યોજનાનું કામ અધુરુ છે. ગરીબોની બેલી હોવાનો દાવો કરતી સરકાર ગરીબોના મકાનો 11 વર્ષે પણ બનાવી શકતી નથી.

Gujarat Top Stories Rajkot Breaking News

Morbi News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 11 વર્ષે પણ મુખ્યમંત્રી આવાસ યોજનાનું કામ અધુરુ છે. ગરીબોની બેલી હોવાનો દાવો કરતી સરકાર ગરીબોના મકાનો 11 વર્ષે પણ બનાવી શકતી નથી.

કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, મોરબીમાં અલગ-અલગ બે જગ્યાએ કુલ 1008 ક્વાર્ટર બનાવામાં આવ્યા હતા. જેમાંથી એક સાઈટ પર 400 ક્વાર્ટર બનીને તૈયાર થઈ ગયા અને સોંપાઈ ગયા છે, જ્યારે અન્ય સાઈટ પર 11 વર્ષે પણ કામ અધૂરું.આટલા વર્ષોથી કામ પૂર્ણ નથી થયું તો આમાં અધિકારીઓની મિલીભગત હોય અને આવા અધિકારી પર કડક કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ દ્વારા બનાવેલા હાઉસિંગના ક્વાર્ટરમાં આજે ત્રીજી પેઢી રહે છે, છતાં પણ એ મકાનોની હજી કાંકરી નથી ખરી.

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો માટે 2013માં ટેન્ડરો અપાયા હતા. જે પેટે 32 હજાર કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરને અપાયા, પરંતુ હાલ મકાનમાં પોપડા ખરે છે. એકપણ મકાનમાં કોઈ રહેવા આવી શક્યું નથી. 11 વર્ષ પછી મોરબીની આ મુખ્યમંત્રી આવાસ યોજનાના એક પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિ રહેવા નથી આવ્યો. ભાજપની સરકારમાં હપતા છેક ઉપર સુધી જાય છે, ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો આ નમૂનો છે. આ બાબતે હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશ દ્વારા SIT રચવામાં આવે અને તે તટસ્થ તપાસ કરવી જોઈએ.

પીએમ મોદીએ શહેરી આવાસ યોજનામાં પાંચ વર્ષ માટે બે કરોડ મકાનોનો લક્ષ્યાંક મૂક્યો છે. હવે જો તેમના જ વતન રાજ્ય ભાજપની સરકાર 11-11 વર્ષ સુધી જો મધ્યમ વર્ગના 600 મકાન બનાવી શકતી ન હોય તો વડાપ્રધાનનો આ લક્ષ્યાંક તેમની જ સરકારો કેવી રીતે પૂરી કરશે. બીજા રાજ્યોની સરકારોની તો વાત જવા દો, પણ તેમના જ વતનમાં આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે ભાજપના બીજા રાજ્યોમાં તો શું થશે તે સ્થિતિ કલ્પી શકાય છે. કદાચ ભાજપનું આ જ ગુજરાત મોડેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું

આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો

આ પણ વાંચો:વિકાસની મોટી વાતો! આમોદમાં રૂ. 7 કરોડના ખર્ચે બનેલા રસ્તાનું પહેલા વરસાદમાં ધોવાણ