New Delhi/ દિલ્હીમાં વધુ એક દુર્ઘટના, INA માર્કેટમાં આગનો બનાવ

હવે રાજધાનીના આઈએનએ માર્કેટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ દિલ્હીના INA માર્કેટમાં ફાસ્ટ ફૂડની દુકાન અને રેસ્ટોરન્ટમાં….

Top Stories India Breaking News

New Delhi News: દેશની રાજધાની દિલ્હીથી સતત કોઈને કોઈ અકસ્માતના સમાચારો સામે આવી રહ્યા છે. હાલમાં જ જૂના રાજેન્દ્ર નગરમાં વિદ્યાર્થીઓના મોત થયા હતા અને હવે રાજધાનીના INA માર્કેટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ દિલ્હીના INA માર્કેટમાં ફાસ્ટ ફૂડની દુકાન અને રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આ આગમાં દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને લગભગ 5 થી 6 લોકો ઘાયલ પણ થયા હતા.

STO, દિલ્હી ફાયર સર્વિસ મનોજ મેહલાવતે માહિતી આપી છે કે સોમવારે સવારે 3.20 વાગ્યે ચાઈનીઝ ફૂડ કોર્નર અને એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. આગ બુઝાવવા માટે 7-8 ફાયર ટેન્ડરો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.

આગ કેવી રીતે લાગી?

દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું છે કે દુકાનોમાં આગ લાગવાની ઘટનામાં 5-6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ફાસ્ટ ફૂડ કોર્નરનો માલિક પણ સામેલ છે. ફાયર સર્વિસે કહ્યું કે આગ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આગ વધી શકી હોત પરંતુ સમયસર કાબુ મેળવી લેવાયો હતો. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એક દિવસ પહેલા જ ઉજવ્યો હતો 18મો જન્મદિવસ! ‘સોરી મમ્મી-પપ્પા’ કહી 5મા માળથી ઝંપલાવ્યું

આ પણ વાંચો:યુટ્યુબ પરથી બાગકામની પદ્ધતિ શીખી, 3 એકરની જમીનમાં કમાય છે વર્ષે 10 લાખ રૂપિયા

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીને આ શું થયું? હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ શું કહ્યું