Rajkot News: રાજકોટ અને સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તો મળી ગયું, પરંતુ હજી સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ શકી નથી. જ્યારે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું પણ ફક્ત ત્રણ જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઉડી રહી છે. આમ રાજ્યમાં બે ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર છે, પરંતુ ફ્લાઇટના ઠેકાણા નથી. જ્યારે વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટની દરખાસ્ત હજી પણ ધૂળ ખાય છે.
રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ ઉઠતા વર્ષ 2017ના મે મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા હીરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સાઈટ ક્લિયરન્સને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી ઓક્ટોબર 2017માં વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પર્યાવરણીય મંજૂરી આપી હતી. વર્ષ 2018માં ઓગસ્ટ મહિનામાં નાણાકીય બીડ ખુલી અને દિલીપ બિલ્ડકોન સૌથી ઓછી બીડર તરીકે પસંદગી પામી હતી. ફેબ્રુઆરી 2019માં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ મંજૂરી આપતા જૂન 2019માં કેન્દ્ર સરકારે ઇન્ટરનેશનલ એરપોર્ટનું બજેટ 1405 કરોડથી સુધારીને 2654 કરોડ મંજૂર કર્યું અને બાદમાં કામ શરૂ થતા 27 જુલાઈ 2023ના રોજ પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરી હંગામી ટર્મિનલ સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ જ રીતે રાજકોટ એરપોર્ટની જેમ સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો તો મળી ગયો પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં વધારો થયો નથી. ઈન્ટરનેશનલ દરજ્જો મળ્યા પહેલા જ શારજાહની ફ્લાઈટ ચાલી રહી હતી. જ્યારે ડિસેમ્બર 2023માં ઈન્ટરનેશનલ દરજ્જો મળ્યા બાદ દુબઈની એક ફ્લાઈટમાં વધારો થયો હતો. હાલ સુરત ઈન્ટનેશનલ એરપોર્ટથી શારજાહની 1 અને દુબઈ બે ત્રણ જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જ્યારે સુરતીઓની માંગ પ્રમાણે હોંગકોંગ, બેંગકોક, થાઈલેન્ડ, સિંગાપોર, આફ્રિકા, અમેરિકા, લંડન, રશિયા સહિતની ફ્લાઈટ શરૂ કરવી જોઈએ.
આ પણ વાંચો:અમદાવાદમાં બફારા બાદ વરસાદનું આગમન
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
