Valsad News/ વલસાડના કપરાડા તાલુકામાં ભુવાના ચંગુલમાં ફસાતા લોકો

વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો જે 100 ટકા આદિવાસી વસ્તી ધરાવે છે, અહીંના લોકો આજે પણ અંધશ્રદ્ધા, ડાકણ અને મેલી વિદ્યામાં ફસાયેલા છે. અહીંના બહુધા લોકો અંતરિયાળ વિસ્તારમાં વસતા હોવાથી શિક્ષણથી વંચિત હોય ભગત ભુવાના ચુંગાલમાં આસાનીથી ફસાતાં હોય છે.

Gujarat Surat Breaking News

Valsad News: વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો જે 100 ટકા આદિવાસી વસ્તી ધરાવે છે, અહીંના લોકો આજે પણ અંધશ્રદ્ધા, ડાકણ અને મેલી વિદ્યામાં ફસાયેલા છે. અહીંના બહુધા લોકો અંતરિયાળ વિસ્તારમાં વસતા હોવાથી શિક્ષણથી વંચિત હોય ભગત ભુવાના ચુંગાલમાં આસાનીથી ફસાતાં હોય છે.

કપરાડાના મુખ્ય મથક નાનાપોંઢાથી 10 કિમી દૂર આવેલા નળમધની ગામમાં દરેક ફળિયે તમને એક ભગતની હાટડી છે. નળમધની ગામે વર્ષોથી ભગતનું કામ કરીને કથિત બીમારી, વળગણ અને માનસિક બીમારીની સારવાર કરતા રૂપજીના ઘરની પાછળ આવેલા એક ડેલામાં બે યુવક અને યુવતીને ભારેખમ લોખંડની સાંકળથી બાંધીને રાખવામાં આવ્યા હતા.

ઠગ ભગત માનસિક બીમારીની સારવારનો ઢોંગ કરીને આવા લોકોને બંધક બનાવી રાખી તેમની સાથે ગુલામી કરાવતો હોવાનું જાણવા મળ્યું છે. માનવીની જિંદગી સાથે અમાનવીય વ્યવહાર કેટલી હદે યોગ્ય છે? આવા પાંખડીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી સમયની માંગ છે. ભૂવાઓ ભૂત-ડાકણનું વળગણ દૂર કરવાની વિધિ કરાવવાના બહાને હજારો રૂપિયા ઉસેટે છે

એક કિસ્સો એવો જોવા મળ્યો જેમાં એક યુવકને સાંકળની બેડીથી બાંધેલો હતો. વાતચીતમાં પોતાનું નામ સીતારામ અને કપરાડાના એક ગામનો હોવાનું જણાવ્યું હતું, જેને ભગતે બે મહિનાથી સાંકળથી બાંધીને રાખ્યો હતો. ચોમાસામાં ઘરનું તેમજ ખેતરમાં રોપણીનું કામ કરવા માટે લઈ જતા હોય છે. આમ બંધક બનાવીને ભગત દ્વારા વેઠ કરાવવામાં આવી રહી છે.

માનસિક બીમારની સારવાર અંગે ભગતે જણાવ્યું હતું કે પ્રમાણે સારવાર થાય છે. માનસિક અસ્વસ્થ લોકો સારા થઇ જાય છે ? મારા ઉપર દૈવી શક્તિની કૃપા છે. અઠવાડિયામાં ત્રણ વખત બેઠક કરું છું. સારવાર કરાવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય ? દર્દીની સ્થિતિ પ્રમાણે સ્મશાન, નદી અને અન્ય સ્થળે વિધિ કરાતી હોય છે, વિધિ મુજબ ખર્ચ થાય છે. યુવકોને કેમ સાંકળથી બાંધી રાખવામાં આવ્યા છે. માનસિક સંતુલન ગુમાવતા ધમાલ ન કરે એટલા માટે સાંકળથી બાંધીને રાખવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું

આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો