Gujarat Weather News: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 6 દિવસ મધ્ય થી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટમાં અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર- કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘો મહેરબાન થશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ ઝડપી રહેવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગતરોજ રાજ્યમાં 200થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
કચ્છ, મોરબી અને જામનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી બે દિવસ 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
પશ્ચિમ બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. પરિણામે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પાસે સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પહોંચશે. જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા થયા અતિ મહેરબાન
