મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના જંગલોમાં લોખંડની સાંકળથી બાંધેલી હાલતમાં મળી આવેલી અમેરિકન મહિલાના પૂર્વ પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. હોસ્પિટલમાં મહિલાએ લખેલી ચિઠ્ઠીના આધારે પોલીસે આ કેસ નોંધ્યો છે.
નોંધમાં, 50 વર્ષીય મહિલાએ દાવો કર્યો છે કે તેના પૂર્વ પતિએ તેને લોખંડની સાંકળથી બાંધી દીધી અને ભાગી ગયો. આ મહિલા મુંબઈથી 450 કિમી દૂર મહારાષ્ટ્રના તટીય જિલ્લા સિંધુદુર્ગના સોનુરલી ગામના જંગલોમાં મળી આવી હતી. શનિવારના રોજ એક ભરવાડ દ્વારા જ્યારે તેણીના રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણીને શોધી કાઢવામાં આવી હતી.
જ્યારે ભરવાડે જોયું કે મહિલા સાંકળથી બાંધેલી છે, તો તેણે પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને તમિલનાડુનું સરનામું સાથેનું આધાર કાર્ડ મળ્યું. મહિલાના અમેરિકન પાસપોર્ટની ફોટોકોપી પણ મળી આવી હતી.
અગાઉ પોલીસે કહ્યું હતું કે અમેરિકન મહિલાની ઓળખ લલિતા કાઈ તરીકે થઈ છે. તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે અને તે છેલ્લા 10 વર્ષથી ભારતમાં છે.
મહિલાને સારવાર માટે ગોવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે લલિતા કાઈને માનસિક સમસ્યા હતી. પોલીસને મહિલા પાસેથી ડોક્ટરની ચિઠ્ઠી પણ મળી છે.
સિંધુદુર્ગ જિલ્લાના એસપી સૌરભ અગ્રવાલે જણાવ્યું કે મહિલાની નોંધના આધારે તેના પૂર્વ પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ અન્ય લોકોની સુરક્ષાને જોખમમાં મૂકવા અને ખોટી રીતે જેલની સજાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.
જોકે, પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે મહિલાનું નિવેદન નોંધ્યું નથી. પરંતુ પોલીસે કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરી છે. પોલીસ મહિલાના નિવેદનની સત્યતાની પણ તપાસ કરી રહી છે કે તેના પૂર્વ પતિએ તેને જંગલમાં સાંકળથી બાંધી હતી.
સૌરભ અગ્રવાલે કહ્યું કે મહિલા પાસેથી મળેલા પ્રિસ્ક્રિપ્શન મુજબ તે માનસિક બિમારીથી પીડિત છે. અન્ય અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસને શંકા છે કે મહિલા સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે.
પોલીસની ટીમો મહિલાના પતિ અને અન્ય સંબંધીઓની શોધમાં તમિલનાડુ અને ગોવામાં ઓપરેશન ચલાવી રહી છે.
આ પણ વાંચો: સસંદમાં આજે ચોમાસુ સત્રના છઠ્ઠો દિવસ, બજેટ, NEET અને અગ્નિવીર મુદ્દે થઈ શકે હંગામો
આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વચગાળાની જામીન મામલે થશે સુનાવણી
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીને આ શું થયું? હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ શું કહ્યું
