બનાસકાંઠા: અંબાજીમાં વેપારીઓએ બંધનું એલાન આપ્યું હતું. તેને સફળતા મળી છે. આજે અંબાજીમાં વેપારીઓએ અસમાજિક તત્વોના આતંક સામે સજ્જડ બંધ પાળ્યો. મેડિકલ સ્ટોર પર થયેલ હુમલા બાદ જનતામાં રોષ ફાટી નીકળ્યો હતો. આવા કહેવાતા ગુંડાઓએ સામે કડક કાર્યવાહીની માંગને લઈને જનતા મોટી સંખ્યામાં અંબાજી પોલીસ સ્ટેશન પહોંચી હતી. શક્તિપીઠ અંબાજીમાં વારંવાર ચેન સ્નેચીંગ અને ચોરી જેવી ઘટનાઓ વધવાને લઈને પણ સ્થાનિકો પરેશાન છે. જનતા દ્વારા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું. અંબાજી પોલીસે સુરક્ષા માટેની બાંહેધરી આપી.
![]()
અસમાજિક તત્વોનો આતંક
રાજ્યમાં લોકપ્રિય મંદિર એવા અંબાજીમાં ધોળે દિવસે લુખાતત્વો બેફામ બન્યા છે. હાલમાં રાજ્યના દિગ્ગજ મંત્રીના પરિવારના એક સભ્યના મેડિકલ સ્ટોર્સ પર અસમાજિક તત્ત્વોએ ધોળા દિવસે ધમાલ મચાવતા તોડફોડ કરી હતી. આ ઉપરાંત મંદિરની આસપાસના વેપારીઓને પણ અવાર-નવાર લુખા તત્ત્વો હેરાન પરેશાન કરી રૂપિયાની માંગણી કરતા હોય છે. આવા ગુંડાતત્વોના કારણે શક્તિપીઠ અંબાજી મંદિરની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. કારણ કે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત લેતા હોય છે. અને ભીડનો લાભ ઉઠાવતા કેટલીક વખત શ્રદ્ધાળુઓના કીમંતી ઘરેણા અને મોબાઈલની ચોરી થાય છે.
સ્થાનિકોની ફરિયાદ
મોટાભાગ અંબાજી મંદિરની આસપાસ રહેતા સ્થાનિકો આવા અસમાજિક તત્ત્વોના આતંકનો ભોગ બને છે. તેઓ જ્યારે સવારે ચાલવા નીકળે છે અથવા રાત્રે કેટલાક વેપારીઓ તેમની દુકાન બંધ કરી ઘરે જતા હોય ત્યારે તેમને ધમકાવી મોબાઈલ અને રૂપિયાની ચોરી કરવામાં આવે છે. શક્તિપીઠ અંબાજીમાં હાલમાં મેડિકલ દુકાનમાં તોડફોડ મચાવ્યા બાદ વેપારીઓ અને સ્થાનિકો રોષે ભરાયા છે. અસામાજિક તત્વોની સામે પોલીસની ઢીલી નીતિના કારણે લોકો નારાજ થયા છે. બેફામ બનતા અસમાજિક તત્વો સામે કાયદાનો કોરડો વિંઝાય માટે આજે અંબાજી બંધનું એલાન અપાયું છે. અને આ બંધને સફળતા મળી છે. તમામ વેપારીઓએ કોઈપણ દબાણ વગર જાતે સ્વયંભૂ બંધ પાળી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને પોલીસ સમક્ષ ઉચિત કાર્યવાહીની માંગ કરી.
આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી
આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…
આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા
