Gandhinagar News:ગુજરાતમાં બદલી પ્રક્રિયા શરૂ થઈ છે, ફરી એકવાર ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર થયો છે. IAS અધિકારીઓમાં મોટા પાયા પર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. 18 વરિષ્ઠ IAS અધિકારીઓની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. એડિશનલ ચીફ સેક્રેટરી સુનૈના તોમરને એજ્યુકેશન, હાયર એજ્યુકેશન અને ટેક્નોલોજીમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.
IAS અધિકારીઓની બદલીઓમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ સુનેના તોમરને શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિક સચિવ પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે મહેસૂલ વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ કુમાર દાસને ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યા છે.
- સુનેના તોમર શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ
- ડૉ.જયંતિ રવિને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ
- એસ. જે. હૈદરને ઉર્જા અને પેટ્રો કેમિકલના અધિક મુખ્સ સચિવ
- ડૉ. ટી નટરાજને નાણાં વિભાગના મખ્ય સચિવ બનાવ્યા
- નવા શિક્ષણ સચિવ બન્યા મુકેશ કુમાર
- રાજીવ ટોપનો ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ
- મનોજ દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમુણક
- પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટના વધારાનો હવાલો
- જયંતિ એસ રવિ મહેસુલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ
- અંજુ શર્માની ACSકૃષિ અને વેલફેર તરીકે નિમુણક
- જેપી ગુપ્તા ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ
- મમતા વર્માની ACS ઉદ્યોગ અને ખાણ તરીકે નિમુણક
- ડૉ.એસ મુરલીકૃષ્ણનને ચૂંટણી પંચ માં આયુક્ત સ્પેશલ ડ્યૂટી
- વાહન વ્યવહાર કમિશનર તરીકે અનુપમ આનંદ
- રાકેશ શંકર સચિવ કમિશનર મહિલા અને બાળ વિકાસ
- વિનોદ રાવ સચિવ શ્રમ અને રોજગાર



આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી
આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…
આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા
