Ahmedabad News/ અમદાવાદમાં વડીલોપાર્જીત મિલ્કત મ્યુનિ. દ્વારા તોડી પડાતા વૈકલ્પિક જગ્યા માટે 20 લાખની લાંચ માંગનારો આસિ. ટીડીઓ ઝડપાયો

એસીબીના અધિકારીઓેએ આશ્રમ રોડ પર ઓફિસમાં જાળ બિછાવી અધિકારી સહિત બે આરોપીને દબોચ્યા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : રાજકોટ અગ્નિકાંડના ટીડીઓની કરોડોની મિલકતોની તપાસ ચાલી રહી છે ત્યાં અમદાવાદના એક આસિસ્ટંટ ટીડીઓ 20 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીની જાળમાં સપડાઈ ગયા હતા. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી અમદાવાદમાં વડીલોપાર્જીત જમીનમાં દુકાનો અને મકાનો ધરાવતા હતા. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કબજો લઈને તોડી પાડવામાં આવ્યા હતા. આથી મકાનો અને દુકાનોના ભાડુઆતોએ તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ.ની કચેરીએ જઈ પુરાવા રજુ કરશો તો એએમસી તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે. આથી ફરિયાદીએ ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આરોપી આશિષ પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે ફરિયાદીને આરોપી હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી. જેમાં તેમને બનાવ અંગે વકેફ કરવામાં આવ્યા હતા. આરોપી હર્ષદે આ કામ કરી આપવા બદલ પહેલા 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

જેમાં આરોપી આશિષને 10 લાખ આપવાની વાત કરી હતી. બાદમાં રકઝક કરતા મામલો 20 લાખમાં નક્કી થયો હતો. બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. અંતે એસીબીના અધિકારીઓએ આસ્રમ રોડ પર રત્ના બિઝનેસ સ્ક્વેર, અક્ષર સ્પેસ ઈન્ક્રાસ્ટ્રક્ચરની એક ઓફિસમાં જાળ બિછાવીને લાંચ માંગી આ રકમ સ્વીકારીને ગુનો કર્યો હતો.આરોપી હર્ષદ એમ.ભોજક એએમસીમાં આસિસ્ટંટ ટીડીઓ તરીકે ફરજ બજાવતો હતો જ્યારે આશિષ પ્રજાજન હોવાનું એસીબીના અધિકારીઓે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો:સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં