Surat/ ભ્રષ્ટાચાર સામે પોલીસની કાર્યવાહી, સુરતમાં ACBની સફળ ટ્રેપ, લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપ્યો

સુરતમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતાં પોલીસે સરકારી અધિકારીને ઝડપી પાડ્યો. સરકારના વહીવટદાર વિભાગમાં કામ કરતાં વર્ગ-3નો અધિકારી ખુલ્લેઆમ લાંચ લેચા ઝડપાયો.

Top Stories Gujarat Surat

Surat News: સુરતમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતાં પોલીસે સરકારી અધિકારીને ઝડપી પાડ્યો. સરકારના વહીવટદાર વિભાગમાં કામ કરતાં વર્ગ-3નો અધિકારી ખુલ્લેઆમ લાંચ લેચા ઝડપાયો. માંડવીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ ACB પોલીસે છટકું ગોઠવી અધિકારીને ઝડપી પાડ્યો. હાલમાં શખ્સની અટકાયત કરવામાં આવી છે. પોલીસ લાંચનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરશે.

પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદીએ વદેશીયા ગ્રામ પંચાયત હેઠળનાં સરકારી કામો પૂર્ણ કરાવવા અધિકારીની વિનંતી કરી.વદેશિયા ગ્રામ પંચાયતની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીએ કામ પૂરું કરવા કમિશન માંગ્યું. અધિકારીએ ફરિયાદી પાસેથી કામ પુરું કરવા કમિશન પેટે રૂ.૪૨,૫૦૦/- ની લાંચની માંગણી કરેલ જેમાંથી પ્રથમ રૂ.૩૫,૦૦૦/- આપવાનું નકકી થયું હતું. આ રકમ અધિકારીના ખાતામાં જમા કરવા કહ્યું હતું. જો કે ફરિયાદી એક જાગૃત નાગરિક હોવાથી તેઓ આ પ્રકારના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માંગતા ના હોવાથી તેમણે સરકારના ભ્રષ્ટાચાર વિરોધી વિભાગમાં ફરિયાદ નોંધાવી.

જાગૃત નાગરિકે એ.સી.બી. નો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરીયાદ આપેલ. ફરિયાદના આધારે ACBએ અધિકારીને પકડવા છટકું ગોઠવ્યું. વદેશિયા ગ્રામ પંચાયતની કચેરી સરકારી અધિકારી સામેની ફરિયાદના આઘારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી હતી. આમ સરકારી અધિકારી ખુલ્લેઆમ લાંચ લેતા પકડાયો. ABC સરકારી અધિકારીને ઝડપી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 20 લાખના લાંચિયા આસિ.ટીપીઓના ઘરમાંથી 77 લાખની માલમતા કબજે

આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાડામાં પડી, બાળકો સુરક્ષિત

આ પણ વાંચો: ગુજરાતને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાથી રૂ. 9,726 કરોડની આવક