Gujarat News/ અમરેલીમાં શ્વાને 16 જણાને બચકા ભરતા લોકોમાં ભય

વાડીયામાં પોલીસકર્મી સહિતના લોકોને શ્વાને બચકા ભર્યા, હડકવાની રસી ન હોવાથી સામાન્ય રસી આપાઈ

Top Stories Gujarat Others

Amreli News : અમરેલીમાં એક શ્વાને લોકોને ભટમાં જીવવા મજબૂર કરૂ દીધા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમરેલીના વડીયામાં આ શ્વાને 16 જણાને બચકા ભરીને સિકાર બનાવ્યા હતા. જેને પગલે આ વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. બચકા ભરતા આ શ્વાને એક પોલીસકર્મીને પણ છોડ્યો ન હતો. આ શ્વાનને પકડવામાં પણ બિલાડીને ગળે ઘંટ બાંધવા કોણ જાય તેવો ઘાટ સર્જાયો છે.

તેમછત્તા ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોએ હિંમત એકઠી કરીને આ શ્વાનને પકડવાના અભિયાનમાં જોડાયા હતા. બીજીતરફ આ શ્વાનથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને વડીયાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસી ન હોવાથી સામાન્ય રસી આપવામાં આવી છે. જે પણ તંત્રની એક કરૂણતા ગણાય.

હડકવાની રસી ન હોવાથી ઈજાગ્રસ્તોને રસી માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં પણ હડકવાની રસી ન હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નતી.જિલ્લામાં હડકવાની રસી ન હોવાથી લોકોને રસી મુકાવવા માટે અન્ય ઠેકાણે દોડવુ પડે છે. જેને પગલે સ્તાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે અને લોકોએ તાલુકા વાઈઢ હડકવાની રસી ઉપલબ્ધ હોય તેવી માંગણી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના

આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ

આ પણ વાંચો:જાતજાતના વાયરસથી ચેતી જજો, હોસ્પિટલો ઉભરાઈ રહી છે