Valsad News/ વલસાડમાં મધુબન ડેમમાં પાણીની મબલખ આવક, વહીવટી તંત્ર એલર્ટ

વરસાદના પગલે દમણગંગા નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. અંતરિયાળ ગામો જેવા કે મોખેડા, ડીંડોરી, હરસુલ, નાની પાલસાણ, ઓઝરખેડ………

Top Stories Gujarat Breaking News

Valsad News: વલસાડ મોડી રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈને ડેમમાં 1.50 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ હતી. મધુબન ડેમની સપાટી 73.60 મીટરે પહોંચી હતી. ડેમમાં 10 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને તબબક્કા વાર ડેમમાંથી 14,62,542 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. નદીના ધસમસતા પ્રવાહ નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ જીવ જોખમમાં ન મૂકાય, માટે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

વરસાદના પગલે દમણગંગા નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. અંતરિયાળ ગામો જેવા કે મોખેડા, ડીંડોરી, હરસુલ, નાની પાલસાણ, ઓઝરખેડ અને મધુબન ગામોના વિસ્તરમાં પડી રહેલા મુશળધાર વરસદને લઈને મધુબન ડેમમાં વરસાદી પાણીની આવકમાં સતત વધારો જોવા મળ્યો હતો. રવિવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીમાં દર કલાકે મધુબન ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં ડેમનું લેવલ જાળવી રાખવા માટે મધુબન ડેમમાંથી 10 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને દર કલાકે સરેરાશ 86,031 ક્યુસેક પાણી મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

વલસાડ કલેક્ટરે દમણગંગા નદીના અસરગ્રસ્ત વિસ્તારો સેલવાસ, વાપી, ઉમરગામ, કપરાડા અને દમણમાં નદીના તટ વિસ્તારમાં આવતા ગામોના સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લાનું કલેક્ટર, સેલવાસ કલેક્ટર અને દમણ કલેક્ટરની તબક્કાવાર વર્ચ્યુઅલ બેઠક કરીને દરિયાની ભરતીની પરિસ્થિતિ અને ઉપરવાસના વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરે સોશ્યલ મીડિયાના માધ્યમથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, કઈ ટ્રેનોને થઈ અસર

આ પણ વાંચો:સુરતમાં મહુવામાં મધર ઇન્ડિયા ડેમના સુંદર દ્રશ્યો જોવા મળ્યા

આ પણ વાંચો:અમરેલીમાં સતત શોધખોળ બાદ દીપડો પાંજરે પૂરાયો