New Civil Hospital: કોરોના સમય દરમિયાન ઉપયોગમાં લેવાતી ત્રણ એમ્બ્યુલન્સ નવી સિવિલમાં ધૂળ ખાય છે..આશરે 1.20 કરોડ રૂપિયા કિંમતની એમ્બ્યુલન્સની સાર-સંભાળ માટે કોઈ માલિક જ નથી. સુરતમાં કોરોના મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જેમ-જેમ કોરોના સમાપ્ત થયો, સંસાધનોનો ઉપયોગ સમાપ્ત થઈ ગયો અને તે બંધ પડેલા છે અને બગડી રહ્યા છે.
આવો જ એક કિસ્સો ફરીથી પ્રકાશમાં આવ્યો છે. એવી માહિતી મળી છે કે, કોરોના સમય બાદથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આશરે 1.20 કરોડની કિંમતની ત્રણ એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે. કોરોના સમયગાળા દરમિયાન, તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો. ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી. સ્થિતિ એ છે કે, કોરોનાના 4 વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવતી નથી અને તે ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે અને તેની ઉપર ઝાડીઓ ઉગી છે. કોરોના કાળમાં જ્યારે આ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને મળી ત્યારે તે સારી સ્થિતિમાં હતી અને ચાલુ કન્ડીશનમાં હતી. હવે તો હોસ્પિટલ મેનેજમેન્ટને પણ તેની હાલત વિશે જાણ નથી.
આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે
