Gujarat Weather: હવામાન વિભાગે આજથી દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજકોટ, અમરેલી,સુરેન્દ્રનગર, ભાવનગરના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી બાજુ અંબાલાલ પટેલે 8થી 10 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં પવનની ગતિ 55થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 17 થી 24 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે ઝાપટા પડશે. મધ્ય સહિત ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે.ગુજરાતમાં 8 તારીખથી લઈને 30 ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: BSNL સિમકાર્ડ વેચાણમાં વધારો, સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો જોડાયા
આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો
