Bangladesh News: બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને કહ્યું છે કે આવતીકાલે એટલે કે ગુરુવારે રાત્રે 8 વાગ્યે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર શપથ લેશે. ખાલિદા ઝિયાએ કહ્યું- દેશને લૂંટ અને ભ્રષ્ટાચારમાંથી બહાર કાઢવાની આ તક છે. બાંગ્લાદેશની પૂર્વ PM ખાલિદા ઝિયાએ સાડા 6 વર્ષ પછી રાષ્ટ્રને સંબોધન કર્યું.
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુરુવારે (8 ઓગસ્ટ) રાત્રે 8:30 વાગ્યે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે નવી સરકારમાં 15 સભ્યો હશે. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પણ આવતીકાલે પેરિસથી બાંગ્લાદેશ પરત ફરશે. બીજી તરફ ધ હિન્દુએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે લંડનમાં આશ્રય ન મળતા શેખ હસીના UAE, સાઉદી અરેબિયા અથવા ફિનલેન્ડ જઈ શકે છે.
હસીનાના પુત્ર વાજેદ જોયે કહ્યું હતું કે તેણે અન્ય કોઈ દેશ પાસે આશ્રય માંગ્યો નથી. હસીના હાલ ભારતમાં જ રહેશે. આ પહેલા બાંગ્લાદેશમાં હસીનાની પાર્ટી અવામી લીગ અને તેના સહયોગી સાથે જોડાયેલા લગભગ 29 નેતાઓની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં સુરક્ષાના કારણોસર ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પડોશી દેશમાં હિંસા વચ્ચે શેખ હસીનાએ 5 ઓગસ્ટે બાંગ્લાદેશ છોડી દીધું હતું. તે લશ્કરી વિમાન દ્વારા ભારત આવી હતી. હાલ તેમને સેફ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
બાંગ્લાદેશના ગાઝીપુરની કાશિમપુર સેન્ટ્રલ જેલમાંથી 209 કેદીઓ ભાગી ગયા છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, તેઓએ સુરક્ષા કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ દરમિયાન એન્કાઉન્ટરમાં 6 લોકોના મોત થયા હતા. જેમાં 3 આતંકીઓનો સમાવેશ થાય છે. આ ઘટના મંગળવારે (6 ઓગસ્ટ) ના રોજ બની હતી, જેની વિગતો હવે પ્રકાશમાં આવી છે.
આ પણ વાંચો:મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે
આ પણ વાંચો:પુત્રીને અંતરંગ પળો માણતા જોઈ માતાએ, તો થઈ ગઈ હત્યા
આ પણ વાંચો:જીરકપુરમાં સગીરે કરી આત્મહત્યા, આખરે શું થયું હતું…
