Patan News: પાટણમાં ક્રિષ્ના હોસ્પિટલને બંધ કરાવવા કોર્પોરેટરે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. બીયુ હોસ્પિટલ વગરની હોસ્પિટલને બંધ કરાવવા માંગણી કરી છે.

પાટણ શહેરમાં પોલીસ અધિક્ષક કચેરી પાસે તાજેતરમાં શરૂ થયેલ નવીન ક્રિષ્ના હોસ્પિટલ બીયુ પરમિશન વગર શરૂ કરાઈ હોવાની રાવ સાથે નગર પાલિકાના કોર્પોરેટર મનોજ કે. પટેલે દ્વારા તાત્કાલિક બંધ કરાવવા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. માહિતી મુજબ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે કલેક્ટરે નિયમાનુસાર કાર્યવાહી કરવા પણ પાલિકા ચીફ ઓફિસરને સૂચનો આપેલા હોવા છતાં કાર્યવાહી કરાઈ નથી.
નગરપાલિકા દ્વારા બી.યુ. પરમિશન ના મળે ત્યાં સુધી હાલમાં આ હોસ્પિટલ બંધ કરાવવામાં આવે તેવી મારી માંગ છે. આ અંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ક્રિષ્ના હોસ્પિટલની બીયુ પરમિશનની પ્રક્રિયા હાલ પ્રોસેસ છે. હું રજા ઉપર હતો એટલે આ કામગીરી વિલંબમાં પડી હતી. હવે તપાસ કરી આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો:સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં પાંચ અધિકારીઓના ફરીથી થશે મેડિકલ ટેસ્ટ
આ પણ વાંચો:અમદાવાદમાં SMCએ દારૂનો જથ્થો ઝડપ્યો, બેની ધરપકડ, અન્ય ફરાર
