Bhavnagar News/ ભાવનગરના શિપબ્રેકિંગ-હીરા ઉદ્યોગના પ્રશ્નો સંસદમાં ઉઠ્યા

ભાવનગરના શિપબ્રેકિંગ અને હીરા ઉદ્યોગના પ્રશ્નો સંસદમાં ઉઠ્યા છે. આ ઉદ્યોગની હાલની નબળી સ્થિતિ માટે શક્તિસિંહ ગોહિલે સરકારની નીતિઓને જવાબદાર ગણાવી છે. તેમણે શિપબ્રેકિંગ યાર્ડમાં ચાલતી મંદીના પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યા હતા અને શહેરમાંહીરા ઉદ્યોગ લાંબા સમયથી વેન્ટિલેટર પર છે તેમ પણ જણાવ્યું હતું.

Gujarat Gandhinagar Breaking News

Bhavnagar News: ભાવનગરના શિપબ્રેકિંગ અને હીરા ઉદ્યોગના પ્રશ્નો સંસદમાં ઉઠ્યા છે. આ ઉદ્યોગની હાલની નબળી સ્થિતિ માટે શક્તિસિંહ ગોહિલે સરકારની નીતિઓને જવાબદાર ગણાવી છે. તેમણે શિપબ્રેકિંગ યાર્ડમાં ચાલતી મંદીના પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યા હતા અને શહેરમાંહીરા ઉદ્યોગ લાંબા સમયથી વેન્ટિલેટર પર છે તેમ પણ જણાવ્યું હતું. બંને ઉદ્યોગની વિપરીત સ્થિતિ માટે શક્તિસિંહ ગોહિલે સરકારની ખોટી નીતિઓને જવાબદાર ગણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે અલંગના પ્લોટ ખાલી પડ્યા છે, જ્યારે પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જહાજો ભાંગવા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત ભાવનગર હીરા ઉદ્યોગ લાંબા સમયથી વેન્ટિલેટર પર છે જેના પ્રશ્નો પણ ઉઠાવ્યા ચીનના સીન્થેટિક હીરાના આક્રમણથી હીરા ઉદ્યોગ મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે ભાવનગરના બે કરોડરજ્જુ સમાન બન્ને ઉદ્યોગ પ્રશ્ને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં ઉઠાવીને ભાવેણા વાસીઓની જનભાવનાનું પ્રતિબિંબ પાડ્યું હતું.

આ ઉપરાંત સુરતના હીરા ઉદ્યોગની કંપનીએ એકસાથે 50 હજાર કર્મચારીઓને રજા આપી તે સવાલ પણ સંસદમાં ઉઠ્યો હતો. આમ સંસદમાં પણ ગુજરાત છવાયેલું હતું. ગુજરાતના પ્રશ્નોને લાંબા સમય પછી સંસદમાં કોઈએ વાચા આપી હતી. શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે સરકાર જો આ મુદ્દા પર ધ્યાનથી નહીં વિચારે તો કેટલાય લોકોની રોજગારી પર અસર પડશે. સરકાર એકબાજુએ રોજગાર સર્જન પર ભાર આપે છે તો બીજી બાજુએ આ પ્રકારની બાબતો પ્રત્યે ઉદાસીનતા સેવે છે.

તેમણે જણાવ્યું હતું કે સરકારે તેના માટે ફક્ત યોગ્ય દિશામાં પગલાં જ લેવાના છે. પીએમ પોતે રોજગાર સર્જન પર ભાર આપે છે તો પછી આ પ્રકારની બાબતો કેમ અછૂતી રહી જાય છે તે મોટો સવાલ છે. વળી અહીં તો સરકારે કોઈ વિશેષ પગલાં પણ લેવાના નથી. ફક્ત ઉદ્યોગને નડતી તકલીફો દૂર કરવાની છે. બાકીનું કામ તો ઉદ્યોગ પોતે જ સંભાળી લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા એક કોન્સ્ટેબલ સહિત પીએસઆઇ ને ઇજા

આ પણ વાંચો:રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કરેલ કામગીરી

આ પણ વાંચો:એક પેડ માઁ કે નામ”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ