Patan News/ પાટણમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતાં નોંધાઈ ફરિયાદ

સગીરા પાસેથી પૈસા ખંખેરવા માટે અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપતા સગીરાએ ત્રસ્ત થઈ જતાં……..

Gujarat

Patan News: પાટણમાં સગીરાને લગ્નની લાલચ આપી ઈસમે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધવામાં આવી છે.

પાટણમાં પટેલ નરેશ વિઠ્ઠલભાઈ નામના ઈસમે 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી પોતાની હવસનો સિકાર બનાવી હતી. હોટલોમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. તેમજ ફોટા, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

સગીરા પાસેથી પૈસા ખંખેરવા માટે અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપતા સગીરાએ ત્રસ્ત થઈ જતાં પરિવારને જાણ કરી હતી, બાદમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાટણ બી ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો હેઠળ પાટણના પટેલ નરેશ વિઠ્ઠલભાઈ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં વૈજ્ઞાનિક મહિલા થઈ સાઈબર ફ્રોડનો શિકાર

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:પાટણમાં નદી કાંઠાનાં વિસ્તારો એલર્ટ, જળ સપાટી વધતાં પાણી છોડાશે