Vadodara News: વડોદરાના પીઝામાંથી વાળ અને માખી નીકળવાની ઘટના સામે આવી છે.હાલની જનરેશનને પીઝા આરોગવા ખુબજ ગમતા હોય છે પરંતુ આ કોઈવાર તેમની માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આપણે મોટા ભાગે જમવા માટે ફાઇવસ્ટાર હોટલ ચુઝ કરતાં હોઈએ છીએ પરંતુ ઘણી રેસ્ટોરન્ટ્સ તે પ્રમાણે સારું ભોજન પ્રોવાઈડ નથી કરતી,ત્યારે હાલ વડોદરામાં ફરી એકવાર પીઝા માંથી વાળ અને માખી નીકળી છે. જે જોઈને લોકો ગુસ્સે ભરાયા હતા. આવું ફૂડ સ્વાસ્થ્યને ખુબજ નુકશાન પહોંચાડે છે .
લા પીનોસના પીઝામાંથી વાળ અને માખી નીકળતા પીઝા ખાવાના શોખીન હોવ તો સાવચેત રહેજો. આ બનાવ કારેલીબાગના લા પીનોસ રેસ્ટોરન્ટનો છે. પીઝામાંથી વાળ અને માખી નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. ફરિયાદ કરતા ઉડાઉડ જવાબ આપ્યો હતો. જેથી ગ્રાહકે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવુ લાગી રહ્યું છે. આરોગ્ય શાખા જાણે ઘોર નિંદ્રામાં છે.તેમજ પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો:આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર
આ પણ વાંચો:દશામાનું વિસર્જન કરવાં જતાં પાંચ શ્રદ્ધાળુઓ સાબરમતીમાં ડૂબ્યાં, ત્રણના મૃતદેહ મળ્યાં
આ પણ વાંચો:અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક વાર ફરી ડ્રગ્સ ઝડપાયું
