Ahmedabad News: અમદાવાદ પોલીસ કંટ્રૂલ રૂમને 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટનો ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. તેના પગલે પોલીસ તરત જ સાબદી થઈ ગઈ હતી. તેણે તેના નિષ્ણાતોને કામે લગાડી દીધા હતા અને ધમકી ભર્યો સંદેશો ક્યાંથી આવ્યો તે શોધવાની કવાયત આરંભી હતી.
પોલીસે સંદેશો મોકલનારા આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી. આ બ્લાસ્ટનો સંદેશ મોકલનારની અટકાયત કરાઈ છે અને તેની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ બ્લાસ્ટની ધમકી આપનારા આરોપીએ શા માટે આવો મેસેજ કર્યો તેના કારણો તપાસી રહી છે. પોલીસે તેની સાથે ચેતવણી આપતા કહ્યું છે કે લોકોએ કે યુવાનોએ મજાકમાં પણ આ પ્રકારના સંદેશા પ્રસારિત ન કરવા. નહીં તો તેઓ તકલીફમાં મૂકાઈ શકે છે. લોકોને અફવાઓમાં પણ ન આવવા અપીલ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ પ્રકારની બાબતો ફક્ત ગુજરાતની જ સુરક્ષા હેઠળ નથી આવતી, રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ આવે છે. તેથી આ દિવસો અને તહેવારના દિવસોમાં આવા સંદેશાઓ પ્રસારિત કરનારની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
