Gujarat News/ સુરતના પલસાણામાંથી ઝડપાયું કુટણખાનું

પોલીસે 7 રૂપજીવીનીઓ સહિત 16 જણાને ઝડપી લીધા

Top Stories Gujarat

Surat News : સુરતના પલસાણામાં કુટણખાનુ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પલસાણાના તાતીથૈયામાંથી પોલીસે આ કુટણખાનુ ઝડપી પાડ્યું હતું. પોલીસના AHTU વિભાગ દ્વારા આ કુટણખાના પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ કુટણખાના પર દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે આ કુટણખાનામાંથી 7 જેટલી લલનાઓને ઝડપી લીધી હતી.

પોલીસે રૂપજીવીનીઓ ઉપરાંત 9 શખ્સોને પણ દબોચી લીધા હતા. તે સિવાય પોલીસે કુટણખાનાના સંચાલકને પણ પકડ્યો હતો. જોકે પાંચ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. પોલીસે આ દરોડા દરમિયાન રૂ.4લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો