Ahmedabad News/ અમદાવાદનો નવો ડેથ ઝોન બન્યો સરખેજ-ગાંધીનગર હાઇવે

અમદાવાદમાં સરખેજ ગાંધીનગર (SG) હાઇવે નવો ડેથ ઝોન બનીને ઉભરી આવ્યો છે. બેફામ કાર ચલાવતા કારચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું મોત થયું છે. રાહદારી રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કારચાલકે તેને ટક્કર મારી હતી. ટ્રાફિક પોલીસે કારચાલક પાર્થ તન્નાની ધરપકડ કરી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં સરખેજ ગાંધીનગર (SG) હાઇવે નવો ડેથ ઝોન બનીને ઉભરી આવ્યો છે. બેફામ કાર ચલાવતા કારચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું મોત થયું છે. રાહદારી રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કારચાલકે તેને ટક્કર મારી હતી. ટ્રાફિક પોલીસે કારચાલક પાર્થ તન્નાની ધરપકડ કરી છે.

શહેરમાં વાયએમસીએ કલબ પાસે થયેલા અકસ્માતમાં કાર ચાલકે રોડ ક્રોસ કરતા વ્યકિતને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયુ છે,સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે.  એસજી હાઈવે નજીક YMCA કલબ પાસે કાર ચાલકે સર્જેલ અકસ્માતમાં રાહદારી નું મોત થયું છે.અંબાજી દર્શન કરીને પરત જઈ રહેલા રાજકોટના વતનીને કાર ચાલકે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જયો હતો અને ગંભીર ઈજાના કારણે તેમનું મોત થયું છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી સાથે સાથે ટ્રાફિક પોલીસે કાર ચાલક પાર્થ બિપિન ભાઈ તન્ના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર ચાલકની ધરપકડ કરી છે.

પોતાની મસ્તીમાં મસ્ત થઈને વાહનચાલકો કોઈને પણ નુકસાન પહોંચાડતા હોય છે,કયારેક સ્ટંટ કરવો તો કયારે વધુ ગતિએ વાહન ચલાવવુ તે સામાન્ય બની ગયુ છે,ત્યારે પોલીસ આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે,પોલીસે આવા વાહનચાલકોને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ જેથી અગામી સમયમાં આવી ભૂલ ના કરે.

આ ઉપરાંત મહેસાણામાં બેચરાજી ખાતે થયેલા એક અકસ્માતમાં કાર અને સીએનજી રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ચારને ઇજા થઈ હતી. એક મહિલા અને બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બેચરાજીના ચડાસણા કાલરી વચ્ચે આ અકસ્માત થયો હતો.

આ સિવાય કચ્છમાં સ્મૃતિવન પાસે ટ્રકે અકસ્માત સર્જયો હતો. બેકાબૂ ટ્રકે વાહનો અને લારીઓને અડફેટે લીધા હતા. ભુજ માધાપર માર્ગ પર આ ઘટના બની હતી. ટ્રકે ચાર ટુ વ્હીલર અને બે લારીને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જયા બાદ ટ્રક નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર ઇજા પામ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણ-સિદ્ધપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત, બે ગંભીર

આ પણ વાંચો: અમદાવાદમાં મોડી રાત્રે અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચો: મહેસાણામાં અમદાવાદના નશામાં ધૂત નબીરાઓએ અકસ્માત સર્જ્યો