Ahmedabad News/ ગણેશોત્સવમાં મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી અપાશે

સ્થાપનાની જગ્યાએ પણ લાઉડસ્પીકરની પરમીટ જે તે પોલીસ સ્ટેશનમાંથી મળશે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદ શહેરમાંઆગામી 7 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગણેશોત્સવની ઉજવણી થનારી છે. જેને પગલે ગણેશ સ્થાપના માટેની પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવશે.. તે સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવાની પરમીટ પણ જે તે પોલીસ સ્ટેશનમાંથી જ આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમીટ મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજીયાત આપવાની રહેશે.

ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા-સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં આવતો હોય તો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશસ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે. જે ગણેશ વિસર્જન શોભાયાત્રા એક કરતા વધારે ઝોન વિસ્તારમાંથી પસાર થવાની હોય તો સરઘસ માટેની પરમીટ પોલીસ કમિશનર કચેરી, વિશેષ શાખા તરફથી આપવામાં આવશે.
ગણેશ સ્થાપના તથા વિસર્જનની પરમીટ મેળવવા માટે આયોજકો જ્યારે પોલીસ સ્ટેશને જાય ત્યારે આયોજકો તથા સાથે જે તે વિસ્તારનાં વર્ચસ્વ ધરાવતી 15થી 20 વ્યક્તિના નામ તથા સરનામા આપવાના રહેશે. ઉપરાંત ગણેશ વિસર્જન કઈ તારીખે તથા કયા સ્થળે કરવામાં આવનાર છે તથા સરઘસના રૂટની વિગતો ફરજીયાતપણે આપવાની રહેશે.

પીઓપીની મૂર્તિ તથા કૃત્રિમ રંગોના ઉપયોગ કરવામાં આવેલ મૂર્તિઓને નદી કે તળાવમાં નિસર્જન કરવાથી પર્યાવરણને મુકશાન થાય છે અને આ મૂર્તિ ખંડિત અવસ્થામાં ઘણા સમય સુધી પડી રહેવાથી ધાર્મિક લાગણી દુભાય છે જેથી પર્યાવરણની જાળવણી માટે સહભાગી બનવા ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરવા અને સ્થાપના સ્થળે જ આ માટીની મૂર્તિનું સ્થલ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવે છે, એમ વ્શેષ શાખાના ખોસ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુટલીબાજ ફક્ત શિક્ષકો જ નથી, આચાર્ય પણ છે

આ પણ વાંચો: ગુજરાતમાં ભૂતિયા શિક્ષક મામલો, સાબરકાંઠામાં કુલ 5 શિક્ષકો આવ્યા સામે

આ પણ વાંચો: રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી