Banaskantha News/ બનાસકાંઠાના દિયોદરના ગાયબ શિક્ષિકા મંતવ્યના અહેવાલના પગલે ચાર દિવસમાં હાજર

બનાસકાંઠાના દિયોદરના આચાર્ય ગાયબ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. દિયોદરના જાડા ગામના આચાર્ય ભૂમિકા પરમારનો મામલો સામે આવ્યો છે. આચાર્ય એક વર્ષથી શાળામાં ગાયબ હોવાનો આક્ષેપ છે.

Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠાના દિયોદરના આચાર્ય ગાયબ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. દિયોદરના જાડા ગામના આચાર્ય ભૂમિકા પરમારનો મામલો સામે આવ્યો છે. આચાર્ય એક વર્ષથી શાળામાં ગાયબ હોવાનો આક્ષેપ છે. એક વર્ષથી ગાયબ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓ એક વર્ષ બાદ અચાનક 15મી ઓગસ્ટે પ્રગટ થયા હતા. મંતવ્ય ન્યૂઝે ગેરહાજર શિક્ષકો અને આચાર્યોને લઈને કેમ્પેઇન ચલાવ્યા પછી એક વર્ષથી ગાયબ આચાર્ય ફક્ત ચાર જ દિવસમાં હાજર થઈ ગયા હતા.

તેમણે હાજર થયા પછી તેમની ગેરહાજરીનો દોષનો ટોપલો શિક્ષણ વિભાગ પર નાખ્યો હતો. તેમનું કહેવું હતું કે શિક્ષણ વિભાગે તેમને અન્ય જગ્યાએ કામગીરી સોંપી હોવાથી તેઓ સ્કૂલે આવતા ન હતા. તેમનો દાવો હતો કે તે શાળાએ આવતા ન હતા, પરંતુ શાળાનું ધ્યાન રાખતા હતા. તેમણે જણાવ્યું હતું કે મારે તો તંત્ર કહે તેમ ફરજ બજાવવી પડે.

જ્યારે વાલીઓની ફરિયાદ છે કે અમારે સ્કૂલમાં કાયમી આચાર્ય જોઈએ છે. અમારે સરકાર કે શિક્ષણ વિભાગ સાથે કોઈ લેવા દેવા નથી. આચાર્ય હાજર ન રહેતા બાળકોનું શિક્ષણ રૂંધાયાનો વાલીઓએ આરોપ મૂક્યો છે. વાલીઓ અને સ્થાનિકોએ સ્કૂલને કાયમી આચાર્ય આપવાની માંગ કરી છે.

આ સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સવાલો ઉઠાવી રહ્યુ છે. શું આ રીતે આચાર્ય વગર માધ્યમિક શાળા ચાલશે.? જો શિક્ષણ વિભાગે આચાર્યને બીજે કામગીરી સોંપી તો અહીં હંગામી આચાર્ય કેમ ના મૂક્યા?

હવે સવાલ તે ઉઠે છે કે શું આચાર્ય ભૂમિ પરમારને શિક્ષણ વિભાગે ખરેખર અન્ય કામગીરી સોંપી હતી આચાર્યના દાવા સાચા છે કે નિવેદનમાં પણ પોલમપોલ છે? બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનો હક્ક કોણે આપ્યો છે? હવે આ આચાર્ય શિક્ષણ કાર્યમાં જ સંકળાયેલા હતા કે અન્ય જગ્યાએ આરામ ફરમાવતા હતા, આવા અનેક સવાલો ઉઠી રહ્યા ઝે જેને ગુજરાતીઓને જવાબ મળવો જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં શિક્ષકો બાદ ડોક્ટરો પણ ગુલ્લીબાજ

આ પણ વાંચો: ડીસામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, વિધાનસભા અધ્યક્ષે કર્યું ધ્વજવંદન

આ પણ વાંચો: PM મોદીએ Teachers Day નિમિત્તે કહ્યુ – “આપણા હીરો છે શિક્ષકો”