Ahmedabad News: હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં શરૂ થયેલા વરસાદના રાઉન્ડમાં વરસાદની મહત્તમ ઘટ પૂરી થઈ જશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં એકથી ત્રણ ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ભારે વરસાદથી ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. ખેડૂતોને વહેણ વોંકળા કાંસ પાણી જવાના માર્ગો પર જળ ભરાશે. ખેડૂતોએ પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા ઈષ્ટ રહેશે. ટૂંકી મુદ્દતના પાકો અર્ધ ચોમાસું પાકોનું વાવેતર થઈ શકશે. બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે. ૨૩ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.

આ ઉપરાંત રાજકોટ, ચોટીલા, થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. સુરેન્દ્રનગરમાં હળવદ અને ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગની આગાહીના અનુસંધાને તારીખ 23 થી 29 સુઘી ભારે થી અતિ ભારે વરસાદને લઈ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ મહીસાગર જિલ્લા વહીવટી તંત્રને સાત દિવસ તકેદારી રાખવા અધિક કલેક્ટર દ્વારા સૂચના અપાઈ. જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના અપાઈ છે. તમામ કંટ્રોલરૂમ કાર્યરત રહે તેને લઈને પણ તકેદારી રાખવા માટે સૂચના અપાઈ.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ
આ પણ વાંચો: ગાયબ થયેલો વરસાદ 22 ઓગસ્ટ પછી બમણા જોરથી ત્રાટકશેઃ અંબાલાલ
આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી ઠંડીની આગાહી, ગુજરાતમાં ઠંડી જોર પકડશે તેમજ માવઠાની શક્યતા
