india news/ ભારતનો યુવક સાઉદીમાં રણમાં ભૂખ્યો તરસ્યો મૃત્યુ પામ્યો

તેલંગાણાના એક કમનસીબ યુવક તેના એક સાથીની સાથે સાઉદીના અફાટ રણમાં ભૂખ્યો તરસ્યો મૃત્યુ પામ્યો હતો. તેલંગાણાના યુવક મોહમ્મદ શહઝાદ ખાન અને તેનો સુદાનીઝ મિત્ર રણમાં હતા ત્યારે જીપીએસ સિગ્નલ જતું રહ્યુ હતું, તેમના ફોનની બેટરી સમાપ્ત થઈ ગઈ હતી અને ત્યાં કોઈ ખોરાક કે પાણી ન હતા, જેના કારણે બંને રણની વચ્ચે જ મૃત્યુ પામ્યા હતા.

India Breaking News

Dubai: તેલંગાણાના એક કમનસીબ યુવક તેના એક સાથીની સાથે સાઉદીના અફાટ રણમાં ભૂખ્યો તરસ્યો મૃત્યુ પામ્યો હતો. તેલંગાણાના યુવક મોહમ્મદ શહઝાદ ખાન અને તેનો સુદાનીઝ મિત્ર રણમાં હતા ત્યારે જીપીએસ સિગ્નલ જતું રહ્યુ હતું, તેમના ફોનની બેટરી સમાપ્ત થઈ ગઈ હતી અને ત્યાં કોઈ ખોરાક કે પાણી ન હતા, જેના કારણે બંને રણની વચ્ચે જ મૃત્યુ પામ્યા હતા.

તેલંગાણાના 27 વર્ષીય યુવક મોહમ્મદ શહઝાદ ખાનનું સાઉદી અરેબિયાના રૂબલ રણમાં ડિહાઇડ્રેશન અને થાકને કારણે મૃત્યુ થયું હતું. મોહમ્મદ ખાન તેલંગાણાના કરીમનગરનો રહેવાસી હતો અને ત્રણ વર્ષથી સાઉદી અરેબિયામાં નોકરી કરતો હતો. તે ટેલિકોમ કંપનીમાં નોકરી કરતો હતો. સાઉદીના રણનો એક ભાગ સંપૂર્ણપણે ઉજ્જડ છે અને કેટલાક કિલોમીટર સુધી માનવ વસ્તી નથી. તે રણમાં રસ્તો ભૂલી ગયો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.

રુબ અલ ખલી રણ 650 કિલોમીટરથી વધુ ફેલાયેલું છે અને અત્યંત ગરમ છે. પાણી અને છાંયડો વિનાના આ રણમાં જો સાધનસજ્જા વગર એકલા પડ્યા તો ગયા સમજો, મૃત્યુ પણ થઈ શકે છે. આ રણ વિસ્તાર સાઉદી અરેબિયાથી આગળ પડોશી પ્રદેશ સુધી વિસ્તરેલો છે. તપાસમાં જાણવા મળ્યું કે સુદાનનો કર્મચારી અને મોહમ્મદ ખાન એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રણમાં જીપીએસ સિગ્નલ ગાયબ થઈ ગયું હતું. દરમિયાન તેના ફોનની બેટરી પણ ખતમ થઈ ગઈ હતી, જેથી તે કોઈની મદદ પણ માંગી શક્યો ન હતો. આ પછી તેમના વાહનમાં પણ ઈંધણ ખતમ થઈ ગયું હતું.

બંને યુવાનોએ રણની આકરી ગરમીમાં ટકી રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની પાસે બચવા માટે કંઈ જ નહોતું. તેમના મૃત્યુના ચાર દિવસ પછી, તેમના મૃતદેહ તેમના વાહનની બાજુમાં રેતીના ઢગલા પરથી મળી આવ્યા હતા. ચાર દિવસ સુધી આ ઘટનાની કોઈને જાણ ન હોવાથી આ વિસ્તાર કેટલો દુર્ગમ રહ્યો હશે તે સમજી શકાય છે. તેઓ જે કાર ચલાવી રહ્યા હતા તે રસ્તામાં ફસાઈ ગઈ, જેના કારણે તેઓ રણમાં ફસાઈ ગયા. એક અહેવાલ મુજબ, તેમના મૃતદેહ પ્રાર્થના સાદડી પર મળી આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ દિલ્હીમાં POCSO કેસ પાછો ન લીધો, પત્ની-પુત્રીની કરપીણ હત્યા કરી

આ પણ વાંચોઃ પોલીસ ગ્રેડ પે આંદોલન સોશિયલ મીડિયા સાઇટ બનાવનારા પોલીસો સામે કેસ રદ

આ પણ વાંચોઃ બીજો પતિ કેમ કર્યો કહી પહેલા પતિએ કર્યુ ડબલ મર્ડર