Gujarat Weather/ Gujarat Rain Live: તળાજામાં મેઘરાજાનું આગમન, મુન્દ્રા પોર્ટ સંપર્ક વિહોણું બન્યું

રાજ્યમાં એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં લોકોનું જીવન હાલ અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે. 

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં સોમવારથી વરસાદે (Rain) તારાજી સર્જી છે. હવામાન વિભાગે વરસાદને લઈ દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી કરી છે. રાજ્યમાં એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં લોકોનું જીવન હાલ અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે.

Gujarat Rain Live Update

4.01 PM ભાવનગર

ભાવનગર તળાજા વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે.  અલંગ, સોસિયા, કઠવા, સરતાનપરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો હતો. ત્યારે બપોર બાદ ભારે પવન સાથે વરસાદી આગમન થયું છે.

3.30 PM મહીસાગર

મહીસાગમાં કાચા મકાનની દીવાલ પડતા મહિલાનું મોત થયું છે.  વીરપુર તાલુકાના આસપુર ગામની ઘટના બની છે.  ઘર આરામ કરતી મહિલા પર દીવાલ પડતા મહિલાનું મોત થયું છે. ગામ લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.  જીલ્લામાં વરસાદને લઈ 35 મકાન ધરાસાયી થયા છે, કુલ 3 લોકોના મોત નિપજ્યા છે.

3.10 PM વડોદરા

વડોદરામાં વરસાદે તારાજી સર્જી છે.  મ્યુ.કમિશનર દિલિપ રાણા સાથે સીધી વાત થઈ છે. મંતવ્ય ન્યૂઝ પર દિલિપ રાણાની સીધી વાત. પુરના પાણીને લઇ કમિશનરે આપી વિગતો. મનપા દ્રારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ તઈ ગઈ છે.  સફાઇ માટે જુદી-જુદી ટીમો દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી છે.

2.40 PM કચ્છ

મુન્દ્રા પોર્ટ સંપર્ક વિહોણું બન્યું છે.  મુન્દ્રા પોર્ટ જવાના રસ્તા બંધ કરાયા છે.  રંગોલી ગેટનો રસ્તો થયો બંધ. 24 નંબર ગેટ પર જવાના રસ્તો બંધ કરાયો છે.  ઘણા વાહનો રસ્તામાં ફસાયા છે.

સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
કચ્છ માંડવી (કચ્છ) 9.09
કચ્છ મુન્દ્રા 4.92
દેવભૂમિ દ્વારકા દ્વારકા 4.57
કચ્છ અબડાસા 2.40
કચ્છ અંજાર 1.93
રાજકોટ લોધીકા 1.73
કચ્છ ગાંધીધામ 1.46
કચ્છ ભચાઉ 1.38
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 1.34
કચ્છ ભુજ 1.26
સુરેન્દ્રનગર ચૂડા 1.26
સુરેન્દ્રનગર ચોટીલા 1.18
જામનગર જોડીયા

2.01 PM દ્રારકા

દ્રારકામાં માછીમારને બચાવી લેવાયો છે. ગઇકાલથી માછીમાર ગુમ હોવાનું જાણવા મળ્યું છે. કોસ્ટગાર્ડની ટીમે માછીમારને બચાવી લીધો છે.

1.28 PM જામનગર

જામનગરના લાલપુરમાં ધોધમાર વરસાદના કારણે પીપળી ગામ નજીકનો આખો રસ્તો ઉખડી ગયો છે. સસોઈ ડેમ તરફ જતો રસ્તો તૂટી જતા વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.

1.20 PM કચ્છ

કચ્છનાં મુન્દ્રાના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ધ્રબ,ઝરપરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.  ધ્રબગામ પાસે કોઝ વે પર પાણી ફરી વળ્યા છે.  ગામમાં પૂૂરની શક્યતાથી કોઝ વે તોડાયો છે. નદી પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

1.19 PM ગાંધીનગર

ગાંધીનગરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.  ભારે પવન સાથે પડી રહ્યો છે વરસાદ. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદથી ગાંધીનગર વધુ હરિયાળું દેખાયું છે.

12.55 PM આણંદ

આણંદનાં ઉમરેઠનગરમાં ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો જાગનાથ, ભાગોળ, સેફુલા, દરગાહ માર્ગમાં પાણી ભરાયા છે. કાંસકી કોલોની, હીરા મોતી હોટલ પાણીમાં ગરકાવ થયા છે.  ઉપરવાસના પાણી આવતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે.

12.48 PM ભરૂચ

ભરૂચના આમોદ જંબુસર રોડ પર યુવક તણાવાની ઘટના જોવા મળી છે. પાણીમાં બાઇક ચાલક તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે.  ઢાઢર નદીના વહેણમાં બાઈક ચાલાક તણાયો હતો, યુવાન સદનસીબે હેમખેમ બચ્યો છે. બાઇક સવારે બાઇકને પણ ખેંચીને બચાવ્યુ હોવાના વિઝ્યુલ સામે આવ્યા છે. જોખમી મુસાફરી ન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.  લોકો પાણીના પ્રવાહમાં વાહન પસાર કરે છે.

12.40 PM બોટાદ

બોટાદના સુખભાદર ડેમ ઓવરફલો થયો છે. સુખભાદર ડેમના 4 દરવાજા ખોલાયા છે. આ ડેમ નાના ભડલા ગામ પાસે આવેલો છે, ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલાયા છે. ડેમમાંથી 2400 ક્યુસેક પાણીની જાવક થઈ છે.  દરવાજા ખોલાતા 20 ગામોને એલર્ટ કરાયા છે.

12.37 PM વડોદરા

પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે. શહેરની સ્થિતિની સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરશે. સફાઇ સહિતની બાબતો પર ભાર મૂકાશે તેમ સૂત્રો તરફથી જાણવા મળશે.

12.34 PM ખેડા

ખેડામાં મહેમદાવાદના ગામો બોટમાં ફેરવાયા છે. શેઢી નદી કિનારે આવેલા ગામો ઘોઠાજ, ગાડવાના ગામોમાં નદીના પાણી ફર્યા છે.  કમરસમા પાણી ભરાતા સંપર્ક વિહોણા થયા છે. ધારાસભ્ય, મામલતદારે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

પૂરગ્રસ્ત ગામમાં ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ છે.  નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે.

12.32 PM ખંભાત

આણંદમાં પાણીના વ્હેણમાં અજગરનું રેસ્કયુ કરાયું છે. ખંભાત તાલુકાના નવી આખોલ ગામની ઘટના બની છે. અજગર ઝાડની ડાળીઓમાં ફસાઇ ગયો હતો, વનવિભાગે અજગરનું  પાણીના વ્હેણમાં દિલધડક રેસ્ક્યું કર્યું હતું. જે.સી.બીમાં બેસીને અજગરનું રેસ્કયુ કરાયુ છે. વનવિભાગે અજગરને સલામત સ્થળે છોડ્યો છે.

12.30 PM મોરબી

મોરબીમાં સૌરાષ્ટ્ર કચ્છને જોડતો નેશનલ હાઈવે ખુલ્લો મૂકાયો છે.  માળિયા નજીક પાણીના કારણે હાઈવે તૂટ્યો હતો. મચ્છુ નદીના પ્રવાહના કારણે હાઈવે તૂટ્યો હતો. પ્રભારી મંત્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે. 24 કલાકની સતત કામગીરી બાદ હાઈવે ખુલ્યો મુકાયો છે.  વાહનચાલકોને શાંતિથી મુસાફરી કરવા
પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરીયાએ અપીલ કરી છે.

12.27 PM કચ્છ

કચ્છના અબડાસાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડુમરાની નદીમાં એસ.ટી. બસ બંધ થઈ ગઈ હતી, બસ બંધ થતા ઉતારુઓના જીવ તાળવે ચોંટયા હતા.  સ્થાનિકો દ્વારા બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
કચ્છ માંડવી (કચ્છ) 4.33
કચ્છ મુન્દ્રા 3.66
દેવભૂમિ દ્વારકા દ્વારકા 1.85
કચ્છ અંજાર 1.73
રાજકોટ લોધીકા 1.61
કચ્છ ભચાઉ 1.22
સુરેન્દ્રનગર ચૂડા 1.22
કચ્છ ગાંધીધામ 1.10
કચ્છ ભુજ 1.06
કચ્છ અબડાસા 1.06
સુરેન્દ્રનગર ચોટીલા 1.02

12.22 PM વડોદરા

વડોદરામાં પૂરને કારણે પરિસ્થિતિ ગંભીર જોવા મળી છે. સુરત મનપા તંત્ર મદદરૂપ થવા આગળ આવ્યું છે. ટીમ સુરતથી વડોદરા જવા રવાના કરાઇ છે.  આરોગ્ય, ટેકનીકલ વિભાગની ટીમ રાત્રે રવાના થઇ છે. મશીનરી તથા સામગ્રી સાથે ટીમ રવાના થઈ છે. તેમજ રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

12.15 PM જુનાગઢ

જુનાગઢના ગીરના જંગલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ગીરની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નદીઓમાં ઘોડાપૂરથી સિંહનો રસ્તો રોકવામાં આવ્યો છે.  નદીમાંથી પસાર થવા સિંહ વિચાર કરતો હોય તેમ દેખાઈ રહ્યો છે.  નદીના ધસમસતા પૂર સામે સિંહે રસ્તો બદલ્યો છે. ગીર જંગલ વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે.

12.12 PM દ્વારકા

દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  પૂરની સ્થિતિમાં કલેકટરની માનવતા મહેંકી ઉઠી છે.  દ્વારકા નગરપાલિકા અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યું છે.  અસરગ્રસ્તો માટે જમવાની વ્યવસ્થા કરાઇ છે. કલેકટર જી.ટી.પંડયાનો માનવતાભર્યો અભિગમ લોકોને જોવા મળ્યો છે.  આશ્રયસ્થાનમાં લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ માટે રહેવાની ખાસ વ્યવસ્થા કરાઈ છે. સગર્ભા મહિલાઓ માટે 108ને સ્ટેન્ડ ટુ રખાઇ છે.

11.55 AM આણંદ

આણંદ જિલ્લામાં પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે.  ખેડૂતો કેળના પાકનું મબલખ વાવેતર કરે છે. કેળનો પાક હાલ તૈયાર ઉભો હતો, વરસાદમાં કેળનો તૈયાર પાક જમીનદોસ્ત થયો છે.  ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

11.31 AM વડોદરા

વડોદરામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર થયું છે. જળબંબાકાર થતા 20 બોટ મોકલવામાં આવી છે. કરનાળી નાવિક સમાજના લોકોએ બોટ મોકલી હતી. ડભોઇ કરનાળી નાવિકોની મદદ લેવામાં આવી હતી.

11.29 AM અમદાવાદ

અમદાવાદમાં બોપલમાં ગટરના પાણી ઉભરાયા છે. સ્ટર્લિંગ સીટીમાં ગટરના પાણી ઉભરાયા છે. સ્ટર્લિંગ સીટીમાં આવેલા 900 બંગલોના રહીશો પરેશાન થયા છે.  ત્રણ ત્રણ દિવસ બાદ પણ રહીશો પરેશાન થયા છે. ગટરના પાણી, વરસાદના લીધે લોકો પરેશાન થયા છે.

11.17 AM જુનાગઢ

જુનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયો છે. ગિરનાર, દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે.  આસપાસના વિસ્તારોમાં પાણીના સ્તર ઉંચા આવશે, સરોવર ઓવરફ્લો થતાં અંડરપાસમાં પાણી ભરાયા છે. ઝાંઝરડા અંડરપાસમાં પાણી ભરાયા છે.

11.17 AM રાજકોટ

રાજકોટના જળાશયોમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ભારે વરસાદના કારણે અનેક જળાશયો ભરાયા છે. ભાદર, આજી, ન્યારી, ફોફળ સહિતના જળાશયો છલોછલ થયા છે. જળાશયોમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

10.50 AM કચ્છ

કચ્છ જીલ્લાનું ભુજનું આશાપુરા નગર બેટમાં ફેરવાયું છે. સંજોગનગર, ભારતનગર સહિતમાં પાણી ભરાયા છે. હમીરસર તળાવના પાણી ફરી વળ્યા છે.  લોકોના ઘરોમાં પણ પાણી ઘુસ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

10.47 AM અમરેલી

અમરેલીમાં માછીમાર યુવક ડૂબવાનો મામલો સામે આવ્યો છે.  માછીમાર યુવક દરિયાઇ ખાડીમાં ડૂબ્યો હતો. રાજુલાના ચાંચબંદરની ખાડીમાં યુવક ડૂબ્યો હતો.  ગઈકાલે મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરાઇ હતી, કોસ્ટગાર્ડ સહિત ટીમોએ શોધખોળ હાથ ધરી હતી. 24 કલાક બાદ યુવકનો દરિયાકાંઠેથી મૃતદેહ મળ્યો છે. દરિયાકાંઠે બોટ લાંગરતી સમયે ઘટના બની હતી.

10.43 AM કચ્છ

કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં 2 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે. મુન્દ્રામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. માંડવીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો, ભચાઉ, અંજાર, અબડાસામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે નદીનાળામાં પાણીની આવક થઈ છે.

10.40 AM મહેસાણા

મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટી છે.  સતલાસણા ધરોઈ ડેમમાં ઘટી પાણીની આવક. ડેમમાં 6944 ક્યુસેક પાણીનો જથ્થો 50.44 ટકા થયો છે. ડેમની જળ સપાટી 606.97 ફૂટ પહોંચી છે.

10.37 AM સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના તરણેતરનો લોકમેળો રદ કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.  ભારે વરસાદની સ્થિતિમાં લોકમેળો રદ કરવા ઠરાવ પસાર કરાયો છે.  ગ્રામ પંચાયત દ્વારા લોકમેળો રદ કરાયો છે. થાનમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ બંધ થયા છે. તરણેતર ગામને જોડતા તમામ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે.

10.22 AM દ્વારકા

દ્વારકામાં કોસ્ટગાર્ડ દ્રારા દિલધડક રેસ્કયુ કરવામાં આવ્યું છે. ધુમથર ગામેથી 4 લોકોને બચાવવામાં આવ્યા છે. હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે.  4 લોકો છેલ્લા 24 કલાકથી ફસાયેલા હતા, મકાનની છત પર આશરો લીધો હતો. કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી રેસ્કયુ કર્યુ છે.

10.02 AM જુનાગઢ

જુનાગઢમાં ઘોડાપુર આવતાં કોઝવે તૂટ્યો છે. નોળી નદીમાં ઘોડાપુર આવતા ઘટના સર્જાઈ હતી. ધારાસભ્યે કોઝવેની મુલાકાત લીધી છે. કોઝવે રીપેરીંગ કરવાની ધારાસભ્યે ખાત્રી આપી છે. અધિકારીઓને તાત્કાલિક કામ કરવાં સુચના અપાઇ છે.

9.47 AM ભરૂચ

ભરૂચના જંબુસરમાં લોકોનું સ્થળાંતર કરાયું છે. મગણાદ ગામના 248 ગ્રામજનોનું સ્થળાંતર કરી તંત્રએ ગ્રામજનો માટે જમવાની, રહેવાની સુવિધા કરી છે.  નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે.  તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

9.42 AM ભરૂચ

ભરૂચના આમોદના કાંકરિયા ગામે બે લોકોનું રેસ્ક્યુ કરાયું છે.  SDRFની ટીમે બે લોકોના રેસ્ક્યુ કર્યા છે. પાણી ભરાતા કાંકરિયા ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. મકાનની દીવાલ ધરાશાયી થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

9.40 AM માઉન્ટ આબુ

માઉન્ટ આબુમાં નજારો ખીલી ઉઠ્યો છે. નખી તળાવમાં પાણી આવ્યા છે.

ભારે વરસાદને લઇ તળાવ ભરાયું છે. પહાડોમાંથી એનેક ઝરણા વહેતા થયા છે.  ઝરણા વહેતા થતાં મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે. ઝરમર વરસાદથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે.  માઉન્ટમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

9.38 AM બનાસકાંઠા

બનાસકાંઠાના દાંતીવાડામાં મહાકાય અજગર દેખાયો છે. ઝાત ગામે રહેણાંક વિસ્તારમાં  અજગર આવ્યો છે. આશરે પાંચથી સાત ફૂટ લાંબો અજગર આવતા પર્યાવરણ પ્રેમી યુવકે ભારે જહેમતથી અજગરને પકડયો છે. રેસ્ક્યુ કરી અજગરને જંગલ વિસ્તારમાં છોડાયો છે.

9.36 AM ભરૂચ

ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે.  નર્મદા ડેમની પાણીની આવકમાં ઘટાડો થતાં નદીની જળ સપાટી 17.28 ફૂટ નોંધાઈ છે. 24 કલાકમાં નદીની સપાટીમાં 6 ફૂટ જેટલો ઘટાડો થયો છે. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ, ભયજનક સપાટી 24 ફૂટ પહોંચી છે. ઢાઢર નદી ભયજનક સપાટીથી અડધો ફૂટ દૂર રહી છે. ઢાઢર નદીની જળ સપાટી 101.50 ફૂટ, નદીની ભયજનક સપાટી 102 ફૂટ છે. નદીકાંઠાના ગામોમાં એલર્ટ અપાયું છે. પાણીની આવક થતા નદીની સપાટી વધી છે.

9.30 AM ભરૂચ

ભરૂચ: જંબુસરમાં 100થી વધુ પશુઓના મોત થયા છે. ઉબેરના ભાઠા વિસ્તારમાં પશુઓના મોત થયા છે.  અન્ય પશુઓ તણાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.  રબારી સમાજના 30 જેટલાં પરિવારોના પશુઓ તણાયા હોવાથી પશુઓના મોત નિપજ્યા છે. તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી પશુપાલકોની વ્હારે આવ્યું છે.

9.20 AM મહીસાગર

મહીસાગરમાં જિલ્લા વહીવટી તંત્રનો માનવીય અભિગમ જોવા મળ્યો છે. 24 કલાકમાં મૃતક દંપતીના પરિવારને રૂપિયા 8 લાખની સહાય કરવામાં આવી છે. હીરાપુર ગામે વરસાદના કારણે દંપતીનું મૃત્યુ થયું હતું. વહીવટી તંત્રની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી સર્વે કરાયો છે. તાત્કાલિક ધોરણે પરિવારને સહાય આપવામાં આવી છે.

9.17 AM વડોદરા

વડોદરામાં ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાઈ જતા રેલ્વેને અસર થઈ છે. આજે ટ્રેન નંબર 11088 પુણે-વેરાવળ એક્સપ્રેસને સંપૂર્ણ રદ કરવામાં આવી છે.

9.15 AM કચ્છ

કચ્છના અખાત પાસે હોવાથી રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પછી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. જે અનુસંધાને અંજાર વિસ્તારમાં ગત રાત્રિથી ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે જે આજે સવાર સુધી યથાવત રહ્યો છે.

9.01 AM મહીસાગર

મહીસાગરના કડાણા ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.  પાણીની આવકને લઈને સર્જાયા આલ્હાદક દ્રશ્યો.  કડાણા ડેમ 89.87 ટકા ભરાયો છે. ડેમમાં 54,787 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે.

8.36 AM અમરેલી

અમરેલીમાં વડીયામાં મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી વહ્યા છે.  પવનોના સુસવાટા સાથે વરસાદ વરસ્યો છે.

8.36 AM ખેડા

ખેડામાં જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અંબિકા કોમ્પલેક્ષનો એક માળ પાણીમાં ગરકાવ થયો છે. કોમ્પલેક્ષમાં રહેતા 50થી વધુ પરિવારોનું રેસ્ક્યું કરાયું છે. પોલીસ, SDRF દ્વારા પરિવારોનું રેસક્યું કરાયું છે. માતર ધારાસભ્ય, મહામંત્રી પણ રેસ્ક્યુમાં જોડાયા છે.  શહેરના મોટેભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ખેડા શહેરથી પસાર થતી શેઢી નદી ઓવરફ્લો થઈ છે.  રતનપુર, સોખડા, હરીયાળા સહિતના ગામો પાણીમાં છે.

સવારે 6 થી 8 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (મિમિ)
કચ્છ મુન્દ્રા 72
કચ્છ માંડવી (કચ્છ) 54
રાજકોટ લોધીકા 38
કચ્છ અંજાર 32
કચ્છ ભચાઉ 30
સુરેન્દ્રનગર ચૂડા 26
સુરેન્દ્રનગર ચોટીલા 25
કચ્છ અબડાસા 23
દેવભૂમિ દ્વારકા દ્વારકા 20
કચ્છ ભુજ 16
કચ્છ ગાંધીધામ 15
રાજકોટ કોટડા સાંગાણી 15
જામનગર જામજોધપુર 12
જુનાગઢ વિસાવદર 10
સાબરકાંઠા પ્રાંતિજ 8
કચ્છ રાપર 7
જામનગર કાલાવડ 7
ગાંધીનગર માણસા 6
રાજકોટ જસદણ 6
જામનગર જોડીયા 6
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 6
સાબરકાંઠા વિજયનગર 5
ગાંધીનગર કલોલ 5
સુરેન્દ્રનગર સાયલા 5
દાહોદ ગરબાડા 5
કચ્છ નખત્રાણા 4
બનાસકાંઠા સુઇગામ 4
રાજકોટ રાજકોટ 4
દેવભૂમિ દ્વારકા ભાણવડ 4
અમદાવાદ દેત્રોજ-રામપુરા 3
સુરેન્દ્રનગર લીંબડી 3
જુનાગઢ ભેસાણ 3
જુનાગઢ માંગરોળ (જૂનાગઢ) 3
જુનાગઢ માળીયા હાટીના 3

8.22 AM રાજકોટ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. રન વેની બોર્ડર પાસે 15 ફૂટની દિવાલ ધરાશાયી થઈ હતી.  1 વર્ષ પહેલા નિર્માણ પામેલા એરપોર્ટની દિવાલ તૂટી પડી છે.  પહેલા કેનોપી અને હવે દિવાલ તૂટતા કોન્ટ્રાક્ટરે નબળું કામ કરી ભ્રષ્ટાચાર કર્યાની ચર્ચાઓ થવા લાગી છે. રૂપિયા 2,654 કરોડનાં ખર્ચે નિર્મિત એરપોર્ટની દિવાલ તૂટી પડતા ભષ્ટ્રાચાર આંખે ઉડીને વળગે તેવો દેખાઈ રહ્યો છે.

8.10 AM અમદાવાદ

અમદાવાદમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. લોકોને ઘરની બહાર નીકળવા છત્રી, રેઈનકોટનો સહારો લેવો પડ્યો છે. છેલ્લા 2 દિવસથી વરસાદનો માહોલ રહેતા લોકો ખુશ થયા છે તો બીજી બાજુ રસ્તાઓની દયનીય સ્થિતિ જોતા લોકોએ એએમસી પર રોષ વ્યક્ત કર્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝરમર ઝરમર તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે.

8.00 AM રાજકોટ

રાજકોટમાં ભારે વરસાદને લઈને રાજકોટ કલેકટરનું નિવેદન સામે આવ્યું છે. ચાર દિવસમાં રાજકોટમાં સરેરાશ 29 ઇંચ વરસાદ વરસ્યો છે.  2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું,  103 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ રાજકોટમાં વરસાદ પડી શકે છે.  લોકો ઘરની બહાર ન નીકળે, કોઝવે પરથી પસાર ન થાય. બેઘર થયેલા લોકો માટે એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.  આર્મી, SDRF, SRPની 1-1 ટીમ તૈનાત કરાઈ છે.  અલગ અલગ નગરપાલિકાઓની ટીમ પણ તૈનાત કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબી હળવદના ઢવાણા પાસે 20 જેટલા લોકોને લઈ જતું ટ્રેક્ટર તણાયું

આ પણ વાંચો:રાજકોટના ગોંડલમાં ઈકો કાર તણાઈ, બાળક સહિત 3ની શોધખોળ શરૂ

આ પણ વાંચો:Gujarat Rain Live: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, લોકોની ઘરવખરી સાથે પશુઓ પણ તણાયાં