Gujarat Weather/ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા રહેશે ધોધમાર વરસાદ

રાજ્યમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે. અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Others

Gujarat Rain News: ગુજરાત (Gujarat)માં ચોમાસાના બીજા રાઉન્ડમાં વરસાદની ધમાકેદાર (Heavy Rain) બેટિંગ થઈ રહી છે. અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે શહેરમાં પાણી ભરાવાની સમસ્યાથી રહીશો હેરાન થયા છે તો 600થી વધુ ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે તો 1000થી પણ વધારે થાંભલાઓ પડતા વીજ પુરવઠાને અસર થઈ છે.

ગુજરાતમાં આગામી 23-24 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના, કયા વિસ્તારમાં થશે વરસાદ જાણો? | Gujarat is likely to receive heavy rains on June 23 24 - Gujarat Samachar

હાલમાં વરસાદે ગુજરાતને બાનમાં લીધું છે. રાજ્યમાં સામાન્ય કરતા 40 ટકા વરસાદ વધુ નોંધાયો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઑફશોર ટ્રફ, મોન્સૂન ટ્રફ એક્ટિવ થતા આગામી સમયમાં પણ ધોધમાર વરસાદનું જોર રહેશે. હજુ પણ કેટલાક સ્થાનો પર આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મુશળધાર વરસાદની તોફાની બેટિંગને પગલે દરિયા કિનારા અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તેમજ નદીઓમાં નવા નીર આવતા અને ડેમ છલકાતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં અનેક ડેમોના દરવાજા ખોલાતા આસપાસના વિસ્તારોને સર્તક કરાયા છે. હજુ આગામી બે દિવસ ધોધમાર વરસાદની આગાહીને પગલે 29, 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 1 જૂનથી 29 ઓગસ્ટ સુધી 67 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ડીપ ડિપ્રેશન હજુ પણ બનેલ છે . રાજ્યમાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ દ્વારકામાં 43 cm અને જામનગરમાં 38 cm વરસાદ નોંધાયો.

રાજ્યમાં 12 કલાકમાં 202 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કલ્યાણપુરમાં; કાલે પણ 'ભારે' આગાહી - Rain in 202 talukas in state in 12 hours, highest in Kalyanpur; 'Heavy' forecast tomorrow too – News18 ...

આજે અનેક સ્થાનો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. કચ્છ, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહીને પગલે લોકોને સર્તક રહેવા સૂચન કરાયુ છે. જયારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનું જોર રહેશે તેવી આગાહી કરાઈ. સૌરાષ્ટ્ર- કચ્છમાં આજે પણ રેડ એલર્ટ છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે. સુરેન્દ્રનગર , રાજકોટ , જામનગર , પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગે રાજ્યમાં મુશળધાર વરસાદની કરી આગાહી, જાણો કયાં પડશે વરસાદ

આ પણ વાંચો: રાજ્યમાં સર્વત્ર વરસાદ, આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: સ્વતંત્રતાની ઉજવણીના રંગમાં પડશે ભંગ, હવામાન વિભાગની હળવા વરસાદની આગાહી