Jamnagar News/ જામનગર જળબંબાકાર, SDRFની ટીમે બાલંભા ગામના 83 લોકોનું કર્યું રેસ્ક્યુ

જામનગર (Jamnagar)માં મુશળધાર વરસાદે (Heavy Rain) આતંક મચાવ્યો છે. જામનગર જિલ્લાના બાલંભા ગામે પાણીના પ્રવાહમાં અનેક ગ્રામજનો ફસાઈ ગયા.

Top Stories Gujarat Others

Jamnagar News: જામનગર (Jamnagar)માં મુશળધાર વરસાદે (Heavy Rain) આતંક મચાવ્યો છે. જામનગર જિલ્લાના બાલંભા ગામે પાણીના પ્રવાહમાં અનેક ગ્રામજનો ફસાઈ ગયા. SDRFની ટીમ દ્વારા બાલંભા (Balanbha Gam) ગામના ફસાયેલા 83 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું. છેલ્લા ત્રણ દિવસથી જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરમાં જળબંબાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોના જીવન અને મિલકતને ભારે નુકસાન થયું છે. અનેક ગામડાઓમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

SDRFની ટીમ દ્વારા બાલંભા ગામના અનેક લોકો ફસાયા હતા તેને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રશંસનીય કામગીરીનો વીડિયો વાયરલ થયો છે. SDRFની ટીમે બાલંભા ગામના 28 બાળકો સહિત 83 લોકોનું સુરક્ષિત સ્થાન પર સ્થળાંતર કર્યું હતું. જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ધોધમાર વરસાદમાં અનેક લોકો ફસાઈ ગયા છે. કેટલાક સ્થાનો પર લોકોને એરલિફ્ટ કરાયા તો કેટલાક લોકોને સુરક્ષિત સ્થાન પર સ્થળાતંર કરાયા. છેલ્લા 2 દિવસમાં કુલ 300 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું.

જામનગરમાં ભારે વરસાદને કારણે જામનગર શહેરનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને રોજિંદા જીવન જીવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.ભારે વરસાદને કારણે પાણી નિકાલની કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે. શહેરના વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા છે.  ઠેર-ઠેર વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોની મુશ્કેલીઓ નિવારવા NDRF અને SDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. જો કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને  પાણી ભરાયેલા વિસ્તારોમાંથી દૂર રહેવા અને બિન જરૂરી ઘરની બહાર ના નીકળવા સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમા ધોધમાર વરસાદથી વિકરાળ સ્થિતિ: લોકોના જીવન અને મિલકતને ભારે નુકસાન

આ પણ વાંચો: જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

આ પણ વાંચો: જામનગરમાં વિવિધ તાલુકામાં વરસાદ સાથે વીજળી પડતા ત્રણનાં મોત