Gandhinagar News: સરકાર ગરીબ બાળકો માટે સરકારી સ્કૂલો તો એક પછી એક બંધ કરી જ રહી છે. હવે વારો મધ્યાહન ભોજન યોજનાનો આવ્યો છે. સરકારની મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા 43 લાખ બાળકો માટે માઠા સમાચાર આવ્યા છે.
રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજના અન્વયે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ બાળકોને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ બાળકોને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કર્યું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ સરકાર તેની એક પછી એક જાહેર સેવા ઘટાડી રહી છે.
આ પણ વાંચો: રિલાયન્સે વડોદરાવાસીઓ માટે 20,000 ફૂડ પેકેટ પહોંચાડ્યા
આ પણ વાંચો: વડોદરામાં પૂર બાદ આરોગ્ય, વીજળી, સફાઇ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ
આ પણ વાંચો: વડોદરામાં આર્મીની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી
