Ahmedabad News: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં ગઈકાલ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મળતા સ્ટાઈપેન્ડથી 20 ટકા જેટલો વધારો કરાયો છે. આના પગલે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આવતી કાલથી 40% ટકા સ્ટાઈપેંડ વધારા માટે હડતાલ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઇ છે જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્રારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃતિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી.
ખરી પરિસ્થિતિ તો એ છે કે, રેસિડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઈપેંડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસીડન્ટ તબીબોને અપાતું સ્ટેપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે જ્યારે આ રેસિડન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે
રેસિડેન્ટ ડોક્ટરોને એક લાખ રૂપિયાથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20% નો વધારો કરીને 1,30,000 સુધીનું કર્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં 40 હજારથી 70 હજાર સ્ટાઈપેંડની સામે ગુજરાતમાં રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેંડ એક લાખ રૂપિયાથી વધુ છે.
વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષના બોન્ડ છે. આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રુપે આ રેસિડેન્ટ તબીબોને અપાય છે. રેસિડેન્સ ડોક્ટરોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે.
